ઇન્ડિયન વેલ્સ : જેલેના ઓસ્ટાપેંકો સેમિ ફાઇનલમાં

ઇન્ડિયન વેલ્સ : જેલેના ઓસ્ટાપેંકો સેમિ ફાઇનલમાં
ઇન્યિન્સ વેલ્સ, તા.15: ભારતનો અનુભવી ખેલાડી રોહન બોપન્ના  અને તેનો કેનેડિયન સાથીદાર ડેનિસ શાપોવાલોવ બીએનપી પરિબાસ ટેનિસ ઓપનના ડબલ્સના કવાર્ટર ફાઇનલમાં હારીને બહાર થયા છે. બોપન્ના-શાપોવાલોવની જોડીને રશિયન જોડી આંદ્રેઇ રૂબવેલ અને અસલાન કારાત્સેવે 6-4 અને 6-4થી હાર આપી હતી. જ્યારે મેન્સ સિંગલ્સમાં બ્રિટનનો ખેલાડી કેમરન નોરીએ 11મા નંબરના ખેલાડી ડિએગો શ્વાર્ત્જમેન સામે 6-0 અને 6-2થી જીત મેળવીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. મહિલા વર્ગમાં 12 ક્રમની ઓંસ જાબેઉર પણ સેમિમાં પહોંચી ગઇ છે. તેણીએ એનેટ કોંટાવેટને 7-5 અને 6-3થી હાર આપી હતી. 10માં ક્રમની એન્જેલિકા કર્બર હારીને બહાર થઇ છે. મહિલા વિભાગના સેમિ ફાઇનલમાં જાબેઉર સામે પાઉલા બાડોસાની ટક્કર થશે. બીજા સેમિમાં વિકટોરિયા અજારેંકા સામે જેલેના ઓસ્ટાપેંકો હશે. પુરુષ વર્ગમાં ગ્રિગોર દિમિત્રોવ સેમિમાં પહોંચ્યો છે.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer