દશેરાએ મોદીની શક્તિ પૂજા સાત નવી સંરક્ષણ કંપની દેશને સમર્પિત

દશેરાએ મોદીની શક્તિ પૂજા સાત નવી સંરક્ષણ કંપની દેશને સમર્પિત
આપબળે સૌથી મોટી સૈન્ય શક્તિ બનીશું : વડા પ્રધાન
નવી દિલ્હી, તા.15 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યં કે આજે સંરક્ષણ ક્ષેત્રમાં પહેલા કરતાં વધુ પારદર્શિતા અને વિશ્વાસ છે આપણે ખુદના દમ પર દુનિયાની સૌથી મોટી સૈન્ય શક્તિ બનીશું.
દશેરાના અવસરે ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડના સ્થાને 7 નવી ડિફેન્સ કંપનીઓ દેશને સમર્પિત કરી એક કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધતાં વડાપ્રધાને કહ્યંy કે ભારત નવા ભવિષ્યના નિર્માણ માટે નવા સંકલ્પ લઈ રહ્યું છે. આજે, આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ દેશને પોતાના દમ પર દુનિયાની સૌથી મોટી સૈન્ય શક્તિ બનાવવાનું લક્ષ્ય છે. સંરક્ષણ ક્ષેત્રમાં કેટલાક મહત્ત્વના સુધારા કરવામાં આવ્યા છે. અટકાવવાની અને લટકાવવાની નીતિને બદલે સીંગલ વિન્ડો વ્યવસ્થા કરવામાં આવી છે. 
છેલ્લા 7 વર્ષમાં ભારતે મેઈક ઈન ઈન્ડિયાના મંત્ર સાથે આધુનિક સૈન્ય ઉદ્યોગ સ્થાપિત કરવા કામ કર્યું. આઝાદી બાદ શત્ર કારખાનાઓને આધુનિક બનાવવા, નવા જમાનાની ટેકનોલોજી અપનાવવાની જરૂર હતી. પરંતુ તેના પર ધ્યાન આપવામાં ન આવ્યુ. 7 નવી સંરક્ષણ કંપનીઓ દ્વારા સંરક્ષણ ક્ષેત્રે ઈનોવેશનની શરૂઆત થશે જે 41 ઓર્ડિનન્સ ફેકટરીઓને નવા સ્વરૂપમાં લાવવાના સંકલ્પનો એક ભાગ છે. આ કામ છેલ્લા 15-20 વર્ષમાં લટકી પડયું હતું.
વડા પ્રધાન કાર્યાલય તરફથી જણાવાયા પ્રમાણે સાત નવી સંરક્ષણ કંપનીઓમાં મ્યૂનિશંસ ઈન્ડિયા લી., આર્મર્ડ વ્હીકલ્સ નિગમ લી., એડવાન્સ્ડ વેપન એન્ડ ઈક્વિપમેન્ટ ઈન્ડિયા લી., ટ્રૂપ કમ્ફર્ટસ લી., યંત્ર ઈન્ડિયા લી., ઈન્ડિયા ઓપ્ટેલ લી અને ગ્લાઈડર્સ ઈન્ડિયા લી.નો સમાવેશ થાય છે.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer