નવા 8954 સંક્રમિતો, 10,207 સાજા : 124.10 કરોડનું રસીકરણ

દેશમાં કોરોનાના ઍક્ટિવ કેસ  એક લાખથી નીચે
નવી દિલ્હી, તા. 1 : ઓમિક્રોનથી ઉચાટ વચ્ચે ભારતમાં બુધવારે સારવાર લેતા સંક્રમિતોની સંખ્યા 547 દિવસ બાદ એક લાખથી નીચે ચાલી ગઈ હતી.
આજે દોઢ હજારથી વધુ 1520 કેસના ઘટાડા બાદ આજની તારીખે કુલ્લ 99023 સંક્રમિતો સારવાર હેઠળ છે. 
દેશમાં આજે 8954 નવા દર્દીનો ઉમેરો થતાં કુલ્લ દર્દીઓની સંખ્યા 3,45,96,773 થઈ ગઈ છે.
આજે વધુ 267 સંક્રમિતોને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ્લ 4,69,247 દર્દીઓ જાન ગુમાવી ચૂક્યા છે.
દેશના?વિવિધ રાજ્યોમાં 24 કલાક દરમ્યાન વધુ 10,207 સંક્રમિતો ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં કુલ્લ 3,40,28,506 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે.
સાજા થતા દર્દીનો દર અર્થાત રિકવરી રેટ વધીને 98.36 ટકા થઈ ગયો છે. સક્રિય કેસોનું પ્રમાણ ઘટીને 0.29 ટકા રહી ગયું છે.
સક્રમણનો દૈનિક દર 0.81 ટકા છે, તો સાપ્તાહિક દર 0.84 ટકા છે, કોરોનાથી મૃત્યુનો દર 1.36 ટકા છે.
રસીકરણ અભિયાને વેગ પકડવા માંડયો છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ્લ 124.10 કરોડ લોકોને રસીનું સુરક્ષા કવચ મળી ચૂક્યું છે.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer