પુલવામામાં જૈશના બે આતંકવાદી ઠાર

પુલવામામાં જૈશના બે આતંકવાદી ઠાર
શીર્ષ કમાન્ડર યાસીર અને એક આઇઇડી નિષ્ણાતનો ખાતમો
શ્રીનગર, તા. 1: જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષા દળોને મહત્ત્વની સફળતા હાથ લાગી હતી. આ એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના બે આતંકવાદી ઠાર થયા છે. કહેવાય છે કે માર્યા ગયેલા આતંકીઓમાંથી એક જૈશનો શિર્ષ કમાન્ડર અને એક આઇઇડી વિશેષજ્ઞ હતો.  કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ વિજય કુમારે કહ્યું હતું કે, એન્કાઉન્ટરમાં શીર્ષ કમાન્ડર યાસિર પાર્રે અને એક આઇઇડી વિશેષજ્ઞને ઠાર કરવામાં આવ્યો છે. આઇઇડી વિશેષજ્ઞની ઓળખ વિદેશી આતંકી ફુરકાનના રૂપમાં થઈ છે. વિજય કુમારે કહ્યું હતું કે, બન્ને ઘણી આતંકી ઘટનાઓમાં સામેલ હતા. આ એન્કાઉન્ટરમાં કોઈ સુરક્ષા દળ કે સામાન્ય નાગરિક માર્યા જવાના અહેવાલ સામે આવ્યા નથી. 
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer