સ્ટ્રીટ ફૉર પીપલ ચેલેન્જમાં મહારાષ્ટ્રના ચાર શહેર વિજેતા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.19 : સાર્વજનિક જગ્યાઓને નાગરિકો માટે વધુ અનુકૂળ બનાવવા સ્માર્ટ સિટિઝન મિશન હેઠળ કેન્દ્ર સરકારના હાઉસિંગ અને અરબન મામલાના મંત્રાલય દ્વારા આયોજિત સ્ટ્રીટસ ફોર પીપલ ચેલેન્જમાં 11 શહેરોમાંથી મહારાષ્ટ્રના પુણે, પિંપરી ચિંચવડ, નાગપુર અને ઔરંગાબાદ એમ ચાર શહેરોએ બાજી મારી છે. સ્ટ્રીટ ફૉર પીપલ ચેલેન્જના પહેલા તબક્કાને જીતનારા 11 શહેરોને રૂ.50 લાખનું ઇનામ મળશે. સ્ટ્રીટ ફોર પીપલ ચેલેન્જમાં દેશભરમાંથી 600થી વધુ નાગરિક સમાજ સંગઠનો અને બે હજારથી વધુ ડિઝાઈન નિષ્ણાંતોએ પોતાના શહેરોની મદદ માટે ભાગ લીધો હતો.

Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer