ઈવીએમને પડકારતી અરજી સાંભળવા સુપ્રીમ કોર્ટ તૈયાર

નવી દિલ્હી,તા.19: ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન(ઈવીએમ)નાં ઉપયોગને પડકારતી લોકહિત અરજી ઉપર સુનાવણી કરવાની તૈયારી સર્વોચ્ચ અદાલતે બતાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આજે જન પ્રતિનિધિત્વ કાયદાની કલમ 61-એની બંધારણીય વૈધતાને પડકારતી જનહિત અરજીને સૂચિબદ્ધ કરવાં વિચારણા માટે સહમતી દેખાડી હતી. જન પ્રતિનિધિત્વ ધારાની આ જોગવાઈ હેઠળ જ દેશમાં ચૂંટણીઓમાં મતપત્રને બદલે ઈવીએમથી મતદાનની શરૂઆત કરવામાં આવી હતી. 
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer