નવી દિલ્હી, તા. 19 : એક માહિતી અધિકારની અરજીના જવાબમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, રસીના ઉત્પાદન માટે પીએમ કેર્સ ફંડમાંથી કોઈ રકમ આપવામાં આવી નથી એમ એક મીડિયા હેવાલમાં જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે, મે-2020માં પીએમઓ દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદીમાં દાવો કરાયો હતો કે, કોવિડ-19 વેક્સિનના ડિઝાઈનરો અને ઉત્પાદકોની મદદ માટે પીએમ કેર્સ ફંડમાંથી 100 કરોડ રૂપિયા અપાશે. મીડિયા હેવાલમાં જણાવાયું હતું કે, આરટીઆઈ કાર્યકર લોકેશ બત્રા દ્વારા કરાયેલી અરજીના જવાબમાં સ્વાસ્થ્ય મંત્રાલયે સ્વીકાર્યું હતું કે, રસીના ઉત્પાદન માટે પીએમ કેર્સ ફંડમાંથી કોઈ રકમ આપવામાં આવી નથી.
Published on: Thu, 20 Jan 2022