રિલાયન્સ જિઓએ સ્પેક્ટ્રમ ખરીદીના તમામ પેમેન્ટ ચૂકવ્યાં

મુંબઈ, તા. 19 : રિલાયન્સ જિઓએ માર્ચ, 2021 પહેલાં હસ્તગત કરેલા સ્પેક્ટ્રમ માટે બાકી રહેલી તમામ લૉનની ચૂકવણી વહેલી કરી છે. કંપનીએ સંદેશવ્યવહાર વિભાગને રૂ.30,791 કરોડની ચૂકવણી વ્યાજની રકમ સાથે કરી છે.
વર્ષ 2014, 2015, 2016 અને 2021માં લિલામ દરમિયાન મેળવેલા સ્પેક્ટ્રમ સામે બાખી રહેલી તમામ રકમની ચૂકવણી કરી દિધી હોવાનું કંપનીએ આજે જણાવ્યું હતું. ભારતી એરટેલ લિમેટેડ સાથે વપરાશના અધિકાર હેઠળ આ સ્પેક્ટ્રમની ખરીદી રિલાયન્સ જિઓ દ્વારા કરવામાં આવી હતી.
આ પેમેન્ટ વર્ષ 2022 - '23થી 2034-'35 દરમિયાન વાર્ષિક હપ્તામાં 9.30 ટકાથી 10 ટકાના વ્યાજ સાથે ચૂકવવાની હતી અને તે માટે સરેરાશ ઘસારાનો સમયગાળો સાત વર્ષથી વધુ નક્કી કરવામાં આવ્યો હતો. કંપનીના અંદાજ મુજબ વર્તમાન વ્યાજદરોના આધારે કરવામાં આવેલી વહેલી ચૂકવણીના કારણે દર વર્ષે આશરે રૂ.1200 કરોડના વ્યાજની રકમની બચત થશે.
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer