60,291 ટેસ્ટમાં મળ્યા 6032 કોરોના સંક્રમિતો, 18,241ને રજા અપાઈ

60,291 ટેસ્ટમાં મળ્યા 6032 કોરોના સંક્રમિતો, 18,241ને રજા અપાઈ
મુંબઈમાં ઓમિક્રોનના વધુ 31 દરદી
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 19 : બુધવારે મુંબઈમાંથી કોરોનાના 6032 નવા કેસ મળ્યા હતા અને એ સાથે શહેરમાંથી અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 10,17,999 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 31,856 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. બુધવારે જે નવા દરદી મળ્યા હતા એમાંથી માત્ર 538 દરદીને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. બાકીના હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. 
મંગળવારે મુંબઈમાંથી 6149, સોમવારે મુંબઈમાંથી 5956, રવિવારે 7895, શનિવારે 10,661 અને શુક્રવારે 11,317 નવા દરદી મય્યા હતા. 
છેલ્લા 24 કલાકમાં 12 કોરોનાગ્રસ્તનું મૃત્યુ થતા શહેરનો મરણાંક 16,488 પર પહોંચી ગયો હતો. 
શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 18,241 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 9,66,985 દરદી સાજા થઈને ઘરે ગયા છે. 
મુંબઈનો રિક્વરી રેટ 95 ટકા છે જ્યારે ડબાલિંગ રેટ 66 દિવસનો છે. જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 1.03 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 54 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે. જ્યારે ચાલ-ઝૂંપડપટ્ટી સીલની સંખ્યા શૂન્યની છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 60,291 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 1,47,78,095 ટેસ્ટ કરાઈ છે. 
પાલિકાએ કહ્યું હતું કે કોરોનાના કુલ 38,109 બૅડમાંથી અત્યારે માત્ર 5058 બૅડ ભરાયેલા છે. બીજી રીતે કહીએ તો 13.30 ટકા જ ખાટલા દરદીથી ભરેલા છે. બુધવારે મળેલા નવા દરદીમાંથી 103 નવા પેશન્ટોને ઓક્સિજન પર રાખવામાં આવેલા. એ ઉપરાંત જે નવા દરદી મળેલાં એમાં 5067 (84 ટકા)માં કોરોનાના કોઈ લક્ષણો નહોતા.
મહારાષ્ટ્રમાં કોરોનાના 43,697 નવા કેસ 
મહારાષ્ટ્રમાંથી બુધવારે કોરોનાના નવા 43,697 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 73,25,825 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 2,64,708 દરદી સારવાર હેઠળ છે. 
મંગળવારે રાજ્યમાંથી 32,824, સોમવારે 31,111, રવિવારે 41,327, શનિવારે 43,211 અને શુક્રવારે 43,211 નવા કેસ મળ્યા હતા.
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 49 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 1,41,934 મૃત્યુ થયા છે. રાજ્યનો મૃત્યુ દર 1.93 ટકા છે.   
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 46,591 કોરોનાગ્રસ્તોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી સાજા થઈને ઘરે ગયેલા દરદીઓની સંખ્યા 69,15,407 થઈ ગઈ છે. રાજ્યનો રિકવરી રેટ 94.40 ટકા છે. 
રાજ્યમાં 23,93,704 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 3200 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 7,25,31,814 ટેસ્ટ કરવામાં આવી છે. એમાંથી 73,25,825 ટેસ્ટ (10.10 ટકા) પોઝિટિવ આવી છે. 
નવી મુંબઈમાં 1255 અને થાણે શહેરમાંથી 1091 નવા કેસ
બુધવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 562 નવા દરદી મળ્યા હતા, જ્યારે થાણે શહેરમાંથી 1091 નવા દરદી મળ્યા હતા. 
નવી મુંબઈમાંથી 1255, કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 675, ઉલ્હાસનગરમાંથી 152, ભિવંડી-નિઝામપુરમાંથી 54, મીરા-ભાયંદરમાંથી 384, પાલઘર જિલ્લામાંથી 342, વસઈ-વિરારમાંથી 432, રાયગઢ જિલ્લામાંથી 893 અને પનવેલ શહેરમાંથી 902 નવા કેસ મળ્યા હતા.   બુધવારે મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોન વાઈરસના 214 નવા કેસ મળ્યા હતા. એ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી આ ખતરનાક વાઈરસના મળેલા દરદીઓની કુલ સંખ્યા 2074ની છે. 1091 દરદીઓને રજા આપી દેવામાં આવી છે. 
બુધવારે જે નવા કેસ મળ્યા હતા એમાંથી પુણે જિલ્લામાંથી 172, મુંબઈમાંથી 31, કલ્યાણ-ડૉમ્બિવલીમાંથી ચાર, પરભણીમાંથી બે તથા નાશિક, વસઈ-વિરાર, ઔરંગાબાદ, જળગાવમાંથી એક-એક દરદી મળ્યો હતો. 
પુણે જિલ્લામાંથી અત્યારે સુધી ઓમિક્રોનના કુલ 908 કેસ મળ્યા છે જ્યારે મુંબઈમાંથી અત્યાર સુધી ઓમિક્રોનના કુલ 687 કેસ મળ્યા છે. મુંબઈમાંથી મોટાભાગના દરદી એરપોર્ટ પર ક્રાનિંગ દરમિયાન મળ્યા છે.
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer