ઔપચારિક મૅચમાં છેલ્લા દડા સુધી રોમાંચક મુકાબલો
મુંબઈ, તા.22: આઇપીએલ 2022 સિરિઝનો રવિવારે છેલ્લો 70મો લીગ મેચ પંજાબ અને હૈદરાબાદ વચ્ચે રમાયો. હૈદરાબાદે ટોસ જીતી દાવ લીધા બાદ ધબડકો થયો અને 16 ઓવરમાં સ્કોર 5 વિકેટે 99 રન હતો. ઓપનર પ્રિયમ ગર્ગે 4, અભિષેક શર્માએ 43, રાહુલ ત્રિપાઠીએ 20, એડન માર્કરમે 21 અને નિકોલસ પૂરણે પાંચ રન બનાવ્યા હતા. પંજાબ વતી હરપ્રિત બ્રાર અને નાથન એલિસે 3-3 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદર અને રોમારિયો શેફર્ડે 3 ઓવરમાં 48 રન ઝૂડી ટીમનો સ્કોર 150ને પાર પહોંચાડયો હતો. સુંદર 25 રન બનાવી છેલ્લી ઓવરમાં કેચ આઉટ થયો હતો. રોમારિયો 26 રને અણનમ રહ્યો હતો. મેચમાં છેલ્લા દડા સુધી રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો.
આજનો મેચ રમી રહેલી બન્ને ટીમ પ્લે ઓફમાંથી બહાર થઈ ચૂકી હોવાથી હાર-જીત ઔપચારિક બની રહી છે. પોઇન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સ 7મા અને સનરાઇઝર્સ હૈદરાબાદ 8મા ક્રમે છે. બન્ને ટીમનું લક્ષ્ય જીત સાથે સન્માનજનક વિદાય પર રહેશે. હૈદરાબાદે પોતાનો છેલ્લો મેચ મુંબઈ સામે રમ્યો હતો જેમાં 3 રને વિજય મેળવ્યો હતો. કેન વિલિયમ્સન સ્વદેશ પરત ફર્યો હોવાથી ભુવનેશ્વર કુમારે સુકાની તરીકે જવાબદારી સંભાળી છે.
Published on: Mon, 23 May 2022
છેલ્લી મૅચ : પંજાબ સામે હૈદરાબાદ 157/8
