પ્લેઓફ રમવાનું દિલ્હીનું સ્વપ્ન ચકનાચૂર : કોહલી બ્રિગેડ ઝૂમી
મુંબઈ, તા.22: આઇપીએલના લીગ મુકાબલામાં મુંબઈના વિજય સાથે પ્લે ઓફનું ગણિત બદલાઈ ગયું છે. દિલ્હી કેપિટલ્સનું સ્વપ્ન ચકનાચૂર થયું છે અને બેંગ્લુરુને નશીબે સાથ આપ્યો છે.
શનિવારે મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાયેલા મેચમાં દિલ્હી સામે મુંબઈનો 5 વિકેટે વિજય થયો. મુંબઈ જીત્યું પરંતુ જશ્ન મનાવવાની તક બેંગ્લુરુને મળી હતી. સ્ટેડિમમાં પ્રક્ષક તરીકે મુંબઈ ટીમને ચીયર કરવા પહોંચેલા વિરાટ કોહલી અને સાથી ખેલાડીઓએ મુંબઈની જીત બાદ જોરદાર જશ્ન મનાવ્યો હતો. મુંબઈના વિજય સાથે બેંગ્લુરુએ પ્લે ઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. જો દિલ્હી કેપિટલ્સ જીતી હોત તો તેણે અંતિમ 4માં પ્રવેશ કર્યો હોત અને બેંગ્લુરુ બહાર થઈ હોત પરંતુ મુંબઈની જીતે બેંગ્લુરુ ટીમને નવો જોમ જુસ્સો ભરી દીધો છે. આરસીબીની ટીમ સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચી હતી અને મુંબઈનો વિજય થતાં જ કોહલી, ડુ પ્લેસિસ, મેક્સવેલ સહિતના ખેલાડીઓ ઝૂમી ઉઠયા હતા.
Published on: Mon, 23 May 2022
મુંબઈ જીત્યું, પાર્ટી મનાવી બેંગલુરુએ
