પ્લેઓફ : ગુજરાત-રાજસ્થાન, લખનઊ-બેંગલુરુ ટકરાશે

પ્લેઓફ : ગુજરાત-રાજસ્થાન, લખનઊ-બેંગલુરુ ટકરાશે
અંતિમ 4 ટીમ ફાઇનલ : છેલ્લી ચાર મૅચ બે કોલકત્તા, બે અમદાવાદમાં રમાશે 
મુંબઈ, તા.22 : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ના પ્લે ઓફ માટે ચારેય ટીમ નક્કી થઈ ચૂકી છે. મુંબઈ ઇન્ડિયન્સ સામે પરાજય બાદ દિલ્હી કેપિટલ્સ આઇપીએલમાંથી બહાર થઈ છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો પ્લે ઓફમાં પ્રવેશ થયો છે.
હવે ગુજરાત ટાઇટન્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે પ્લે ઓફ મુકાબલો થશે. આ ચાર ટીમમાંથી કોઈ એક આઇપીએલ 2022 ચેમ્પિયન બનશે. પ્લે ઓફ મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 24મીએ ક્વોલિફાયર-1 મેચ રમાશે. રપમીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. પ્લે ઓફના બન્ને મેચ કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડનમાં રમાશે. પહેલા ક્વોલિફાયરની વિનિંગ ટીમને ફાઇનલની ટિકિટ મળશે જ્યારે હારેલી ટીમ એલિમિનેટરના વિનર સાથે બીજો ક્વોલિફાયર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 27મીએ રમશે. આ મેચની વિજેતા ટીમને ફાઇનલમાં એન્ટ્રી મળશે જે 29મી મેના રોજ રમાવવાનો છે.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer