મુંબઈ, તા. 22 : નિઓજેન કેમિકલ્સ દહેજ સેઝ પ્લાન્ટમાં ક્ષમતા વિસ્તરણ માટે રૂ. 150 કરોડ જેટલું રોકાણ કરશે. કંપનીની યોજના આ પ્લાન્ટમાં વિશિષ્ટ કાર્બનિક રસાયણો, અકાર્બનિક ક્ષારની ઉત્પાદન ક્ષમતા વધારવાની અને લિથિયમ-આયન બેટરી એડવાન્સ કેમિસ્ટ્રી સેલ્સમાં વપરાતા ઇલેક્ટ્રોલાઇટ માટે સ્પેશિયાલિટી લિથિયમ સોલ્ટના ઉત્પાદન માટેની ક્ષમતા સ્થાપવાની છે. આ સાથે દહેજની સાઈટનો વિકાસ પણ કરાશે.
નિઓજેન કેમિકલ્સે માર્ચ 2022માં પૂરાં થયેલા ચોથા ત્રિમાસિક ગાળાના કોન્સોલિડેટેડ નફામાં 67.63 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. નફો વધીને રૂ. 15.64 (રૂ. 9.33) કરોડનો થયો છે. કુલ આવક 70.03 ટકા વધીને રૂ. 157.65 (રૂ. 92.72) કરોડની થઈ છે. આ ગાળામાં કંપનીની શૅરદીઠ આવક રૂ.5.50 (રૂ.3.99)ની થઈ છે.
માર્ચ, 2022માં પૂરાં થયેલાં વર્ષમાં કંપનીનો નફો 42.45 ટકા વધીને રૂ. 44.63 (રૂ. 31.33) કરોડનો અને કુલ આવક 45.10 ટકા વધીને રૂ. 488.32 (રૂ. 336.55) કરોડની થઈ છે. શૅરદીઠ આવક 39.03 ટકા વધીને રૂ. 18.70 (રૂ. 13.45)ની થઈ છે.
Published on: Mon, 23 May 2022
નિઓજેન કેમિકલ્સ દહેજ પ્લાન્ટનું વિસ્તરણ કરશે
