નિફ્ટી 15,700ની નીચે ઉતરે નહીં ત્યાં સુધી ટ્રેડિંગ કરવું હિતાવહ

નિફ્ટી 15,700ની નીચે ઉતરે નહીં ત્યાં સુધી ટ્રેડિંગ કરવું હિતાવહ
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : અગાઉના અઠવાડિયે શૅરબજારમાં થોડા સકારાત્મક ઝુકાવ સામે ભારે વધઘટ ચાલુ રહી હતી. નિફ્ટીની 1000થી 1700 પૉઇન્ટ સુધીની સફર તપાસીએ તો છેલ્લાં 27 વર્ષ દરમિયાન નિફ્ટીનું વળતર 1700 ટકા રહ્યું છે. જેનું સીએજીઆર (કુલ વાર્ષિક વૃદ્ધિદર) 11.31 ટકા થાય છે.
નિફ્ટીમાં દરેક વખતે રોકાણમાં 100 ટકા લાભ ન પણ થાય, પરંતુ 50 ટકા લાભ થાય તે પૂરતું છે. જેથી વારંવાર વેચાણ કરવા કરતાં નિફ્ટીમાં ચાર વર્ષ માટે પોઝિશન જાળવીને વધુ કમાણી થઈ શકે છે. રોકાણમાં વારંવાર તબદીલી અથવા ફેરફાર કરવા નહીં જોઈએ. વર્ષે 150 ફેડ અને 4 શૅર થકી પણ 11 ટકા સીઓજીઆર શક્ય છે. નિફ્ટીમાં આમેજ શૅરમાંથી પૂરતી તકેદારી સાથે લાંબા ગાળાનું રોકાણ લાભદાયી રહે છે. જે અનેક ગણું વળતર આપે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો છેલ્લાં 27 વર્ષમાં નિફ્ટીમાં એચડીએફસી બૅન્ક 2.63 ટકા, ઇન્ફોસીસ 1.96 ટકા અને રિલાયન્સ 5.83 ટકા વળતર સાથે નિફ્ટીના 11.31 ટકાના કુલ વાર્ષિક વૃદ્ધિદર (સીએજીઆર)માં અડધો હિસ્સો આપ્યો છે.
મ્યુચ્યુઅલ ફંડ મૅનેજર કરતાં વ્યક્તિગત રોકાણકારો ઝડપથી સ્ટોપલોસ કરી શકે છે. કારણ કે નિફ્ટીમાં તળિયે ગયા સુધી રાહ જોઈને વ્યક્તિગત રીતે રોકાણ કરી શકાય છે. જોકે, નિફ્ટીમાં થોડા ઊંચામાં લઈને વધુ ઊંચાઈએ વેચીને સારો નફો કમાવી શકાશે. પ્રત્યેક વખતે તળિયું લેવું જરૂરી નથી. ઉપરોક્ત બાબતો ધ્યાને લઈને રોકાણકારો સારી કમાણી કરી શકશે.
દરમિયાન નિફ્ટી હજુ સુધી સંપૂર્ણ બોટમ આઉટ થયો નથી. જોકે, બૅન્કેક્સ અને બેંચમાર્ક ઇન્ડેક્સ તળિયેથી થોડા સુધર્યા હતા. સુધારાનું વલણ ઘણું ઘવાયેલું છે. ચાર્ટ પર હેડ ઍન્ડ સોલ્ડર પેટર્ન બ્રેક ડાઉન તરીકે ઉતારી છે. જેથી ટૂંકાગાળાનો ઉછાળો શક્ય છે. જોકે, સળંગ તેજીનો અવકાશ ક્ષીણ છે. સેમકો વેન્ચર્સના જીમિત મોદીએ જણાવ્યું હતું કે `ટ્રેડરોએ 15,700 તૂટે નહીં ત્યાં સુધી આગામી અઠવાડિયે લઈને ટ્રેડ કરવાનું હિતાવહ રહેશે.
જોકે, મુખ્ય આર્થિક આંકડા માસિક એકસ્પાયરી ડેટ, અમેરિકાનો જીડીપી દર જાહેર થવાનો હોવાથી ચાલુ અઠવાડિયે શૅરબજારમાં તોફાની વધઘટ રહેવાની સંભાવના છે. દેશમાં ફોરેક્સના ભંડારમાં સતત ઘટાડા સાથે વર્ષનું તળિયું આવ્યું હોવાની બાબત પણ ધ્યાન માગી લે છે. જેથી વ્યક્તિગત રોકાણકારે સાઇડલાઇન રહેવું પરવડશે.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer