એનસીબીએ થાણેથી પ્રતિબંધિત કફ સિરપની 8640 બૉટલ જપ્ત કરી : બેની ધરપકડ

મુંબઈ, તા. 22 : નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોની મુંબઈ યુનિટે થાણેમાંથી પ્રતિબંધિત નશાયુકત દવા, કોડીનયુકત કફ સિરપની 8640 બોટલો જપ્ત કરી આ મામલે બે જણની ધરપકડ કરી છે. એનસીબીની ટીમે ગોપનીય બાતમીના આધારે કાર્યવાહી કરી શનિવારે થાણેના ભિવંડી શહેર પાસે મુંબઈ-આગ્રા હાઇવે ઉપર કારને રોકી હતી. કારની તપાસ દરમિયાન તેમાંથી કોડીનયુકત કફ સિરપની 8640 બોટલો મળી હતી જેનું વજન 864 કિલોગ્રામ હતું અને તે 60 બોકસમાં મુકાઇ હતી. આ મામલે કારચાલકની ધરપકડ બાદ તેણે આપેલી માહિતીના આધારે છટકું ગોઠવીને અન્ય એકની ધરપકડ કરાઇ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે આ ખેપ મુંબઈ અને થાણેના કેટલાક ભાગમાં મોકલવાના હતા. બંને વિરુદ્ધ એનડીપીએસ ઍકટ હેઠળ કેસ નોંધાયો છે. 
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer