મહારાષ્ટ્રમાંથી કોરોનાના 326 નવા કેસ મળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રમાંથી રવિવારે કોરોનાના 326 નવા કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 78,82,802 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યારે 1903 દરદી સારવાર હેઠળ છે. 
શનિવારે રાજ્યમાંથી 307, શુક્રવારે 311, ગુરુવારે 316, બુધવારે 307 અને મંગળવારે 266 નવા કેસ મળ્યા હતા. 
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં એકય કોરોનાગ્રસ્તનું મૃત્યુ થયું નહોતું. આને લીધે રાજ્યનો મૃત્યાંક 1,47,856 પર સ્થિર રહ્યો હતો. રાજ્યનો મૃત્યુ દર 1.87 ટકા છે.         
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 251 કોરોનાગ્રસ્તોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 77,33,043 દરદીઓને રજા અપાઈ છે. રાજ્યનો રિક્વરી રેટ 98.10 ટકા છે. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 23,978 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી રાજ્યમાં કુલ 8,07,22,623 ટેસ્ટ કરવામાં આવી છે અને એમાંથી 78,82,802 ટેસ્ટ પોઝિટિવ આવી છે.
મુંબઈમાં 234 નવા કેસ
રવિવારે મુંબઈમાંથી કોરોનાના 234 નવા કેસ મળ્યા હતા. એ સાથે મુંબઈમાંથી મળેલા કોરોનાના દરદીઓની કુલ સંખ્યા 10,62,908ની થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 1294 કોરોનાગ્રસ્તો સારવાર હેઠળ છે. રવિવારે જે નવા દરદી મળ્યાં હતાં, એમાંથી માત્ર આઠ દરદીને હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. 
શનિવારે મુંબઈમાંથી 198, શુક્રવારે 213, ગુરુવારે 223, બુધવારે 194 અને મંગળવારે 158 નવા દરદી મળેલાં. 
છેલ્લાં 24 કલાકમાં એકય કોરોનાગ્રસ્તનું મૃત્યુ થયું નહોતું. એને લીધે શહેરનો મૃત્યાંક 19,566 પર સ્થિર રહ્યો હતો. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 151 દરદીઓને રજા આપવામાં આવતાં અત્યાર સુધી કુલ 10,42,048 દરદીઓને રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 8612 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 1,70,66,748 ટેસ્ટ કરાઈ છે. 
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer