કેન્દ્રએ એક્સાઇઝ ઘટાડી, હવે રાજ્યો વૅટ કેવી રીતે ઘટાડશે ? : ચિદમ્બરમ

નવીદિલ્હી, તા.22: આગઝરતી મોંઘવારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના સળગતા ભાવના મુદ્દે વિપક્ષો દ્વારા સતત કેન્દ્ર સરકાર ઉપર આ સ્થિતિ માટે પ્રહારો કરવામાં આવતા હતા કે, કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવતી ઉંચી એક્સાઇઝનાં કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઐતિહાસિક ઉંચાઈએ પહોંચી ગયા છે. જો કે હવે કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ઘટાડીને ઈંધણના ભાવમાં રાહત આપવામાં આવી છે ત્યારે દબાણમાં વિપક્ષ શાસિત રાજ્યો આવી ગયાં છે. હવે રાજ્યો ઉપર પેટ્રોલ-ડીઝલનો વેટ ઘટાડીને જનતાને વધુ રાહત આપવાની ભીંસ ઉભી થઈ ગઈ છે. 
રાજ્યો ઉપર કેવા પ્રકારનું દબાણ સર્જાયું છે તેનો પહેલો અણસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમનાં નિવેદન ઉપરથી મળી રહ્યો છે. તેમણે કહ્યું છે કે, રાજ્યોની હાલત એવી નથી કે તે પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડી નાખે. તેમણે આગળ કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર રાજ્યોને ભંડોળ કે અનુદાન નહીં આપે તો રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલમાંથી થતી આવક છોડવાની સ્થિતિમાં હશે ? આમાં તો રાજ્યોની હાલત એકબાજુ ખીણ, બીજીબાજુ કુવા જેવી થઈ ગઈ છે. 
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer