યુક્રેન પર હુમલાની ભારે કિંમત ચૂકવતું અમેરિકા

રશિયાનાં સંરક્ષણ બજેટ કરતાં વધુ રકમની સહાયતા યુક્રેનને કરી
ન્યૂયોર્ક, તા.22: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને 3 માસ જેટલો સમય થઈ ગયો છે અને હજી પણ ઘમસાણ જારી જ છે. આ યુદ્ધની કિંમત રશિયા, યુક્રેન ઉપરાંત આખી દુનિયા ચૂકવી રહી છે. આ જંગમાં રાક્ષસી તાકાત સમાન રશિયા સામે કમજોર દેખાતા યુક્રેને જે રીતે ઝીંક ઝીલી છે તેનાથી દુનિયા અચંબિત છે પણ આમાં પડદા પાછળ અમેરિકાનું મોટું યોગદાન છે અને અમેરિકાને જ આની સૌથી મોટી કિંમત ચૂકવવી પડી રહી છે.
અમેરિકાને કેવા પ્રકારે આ યુદ્ધ મોંઘું પડી રહ્યું છે તેનાં ઉપર નજર કરીએ તો અમેરિકાએ તાજેતરમાં જ યુક્રેનને 40 અબજ ડોલરની અતિરિક્ત સહાયતા માટેનો ખરડો પાસ કર્યો છે. ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં અમેરિકાએ યુક્રેનને 56.44 અબજ ડોલરની મદદ કરી દીધી છે. આ મદદ રશિયાનાં 2022નાં કુલ રક્ષા બજેટ કરતાં પણ વધુ છે. ઉલ્લેખનીય છે કે, રશિયાએ આ વર્ષે પોતાનું રક્ષા બજેટ 51.3 અબજ ડોલર રાખ્યું છે.
અમેરિકાએ કરેલી આટલી મદદ અફઘાનિસ્તાન યુદ્ધ વખતે અમેરિકાની સરેરાશ વાર્ષિક પડતર કરતાં લગભગ ડબલ છે. જ્યારે અમેરિકાએ અફઘાનમાં યુદ્ધનાં મંડાણ કર્યા ત્યારે તે નાટોનાં સૈન્ય અભિયાનનું મોટું હિસ્સેદાર હતું. 
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer