ધર્મયોદ્ધા ગરુડમાં ગરુડ સમુદ્રમંથન માટે સજ્જ

ધર્મયોદ્ધા ગરુડમાં ગરુડ સમુદ્રમંથન માટે સજ્જ
સોની સબ પરથી પ્રસારિત થતી સિરિયલ ધર્મયોદ્ધા ગરુડમાં દેવતાઓ અમૃત પ્રાપ્ત કરવા માટે વિષ્ણુ ભગવાન (વિશાલ કરવાલ)ના નિર્દેશ અનુસાર અસુરો સાથે જોડાય છે. જોકે, આ કામ એકલાથી થાય એમ ન હોવાથી તેની ભવ્ય તૈયારી શરૂ થાય છે. દેવો અને દાનવોને ખ્યાલ આવે છે કે આ મોટા કામ માટે પર્વત મંદરા અને રાજા વસુકીની મદદની સરૂર પડશે. સમુદ્ર મંથન કરવા માટે મંદરાનો ઉપયોગ સળિયા તરીકે કરવાનો હતો પરંતુ તેને ઊંચકવાનું ભારે હતું, આથી નારદના આગ્રહથી ગરુડ (ફૈઝલ ખાન) આ પડકાર ઝીલે છે. ટૂંક સમયમાં જ તેને ખ્યાલ આવે છે કે પહાડને ફેરવવા માટે દોરડાની જરૂર પડશે. આથી વસુકી પાસે જવાનું નક્કી કરે છે. વસુકી સર્પોની રાણી કદરૂ (પારુલ ચૌહાણ)નો મોટો પુત્ર છે. ભગવાન વિષ્ણુ ગરુડને તેના ભાઈનો સંપર્ક કરીને તરત જ સહાય લેવા માટે કહે છે. ગરુડ અને સર્પોના રાજા વચ્ચે વેર હોવાથી આ કામ મુશ્કેલ હો યછે. આમ છતાં ગરુડ વસુકીને મનાવી લે છે. 
ફૈઝલ ખાને કહ્યું હતું કે, ગરુડ પાસે અપાર શક્તિ છે છતાં તે તેનાથી મોહિત નથી. વિષ્ણુ ભગવાન પરની શ્રદ્ધા થકી તે પર્વતને હલાવી શકે છે. સમુદ્રમંથનમાં ગરુડનો સહભાગ હવે શરૂ થશે.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust