બીટ્સ- દિલ બીટ્સમાં લવ ઈઝ ફોરએવર રંગીન

બીટ્સ- દિલ બીટ્સમાં લવ ઈઝ ફોરએવર રંગીન
એમટીવી પર રજૂ થતાં મ્યુઝિકલ કાર્યક્રમ દિલ બીટ્સની ચોથી સિઝનમાં સુકૃતિ અને પ્રાકૃતિ કક્કડ રૉમાન્સ, લવ અને ડેટિંગના રંગો ધરાવતી અનફિલ્ટર્ડ સ્ટોરીઝ રજૂ કરે છે. દર બુધવારે બપોરના બારથી સાંજના પાંચ વાગ્યા સુધી રજૂ થતાં આ કાર્યક્રમમાં ટેલેન્ટેડ જોડિયા ભગિનીઓએ પ્રેમના દરિયામાં ડૂબકી લગાવી લવ ઈઝ ફૉર એવર રંગીન જણાવે છે. સાચો પ્રેમ બાહ્ય દેખાવને ધ્યાનમાં લેતો નથી. વળી પ્રેમને આયુની મર્યાદામાં પણ બાંધી શકાતો નથી. સુકૃતિ હૃદયસ્પર્શી પ્રેમગાથા રજૂ કરીને જણાવે છે, જ્યારે કોઈના જીવનમાં નકારાત્મકતા વધી જાય છે ત્યારે તે પોતાની સકારાત્મક વાતો છુપાવે છે. આપણે જીવનમાં આત્મવિશ્વાસુ અને મજબૂત રહેવું જરૂરી છે. 
પ્રાકૃતિએ કહ્યું હતું કે, પ્રેમ કરો તો તેને છુપાવો નહીં. વળી કોઈને પ્રેમ કરવા માટે પહેલાં પોતાને પ્રેમ કરવો જોઈએ.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust