રણજી ફાઇનલ : મુંબઈ તરફથી સરફરાઝની સદી

રણજી ફાઇનલ : મુંબઈ તરફથી સરફરાઝની સદી
પહેલા દાવમાં મુંબઈના 374 રન
નવી દલ્હી, તા. 23: યુવા બેટ્સમેન સરફરાઝ ખાનનું રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન જારી છે. સરફરાઝે ગુરુવારે બેંગ્લુરુમાં જારી રણજી ટ્રોફી મેચના ફાઇનલમાં મધ્ય પ્રદેશ સામે સદી ફટકારી છે. 24 વર્ષીય સરફરાઝે સ્પિનર કુમાર કાર્તિકેયના બોલ ઉપર ચોગ્ગો ફટકારીને 190 બોલમાં સદી પૂરી હતી. રણજી ટ્રોફીની વર્તમાન સીઝનમાં સરફરાઝની આ ચોથી સદી છે. જેનાથી ખેલાડીના ફોર્મનો અંદાજ લગાડી શકાય છે. મેચમાં સરફરાઝની સદીના દમ ઉપર મુંબઈએ પહેલા દાવમાં 374 રન કર્યા હતા. 
સરફરાઝ ખાન 134 રન બનાવીને આઉટ થયો હતો. તેની વિકેટ ગૌરવ યાદવે લીધી હતી. ફાઇનલ મુકાબલા પહેલા સરફરાઝે 275, 62,48,165,135, 40, 59નો સ્કોર કર્યો છે. તે રણજી ટ્રોફી 2021-22મા 8 ઇનિંગમાં 937 રન સાથે સૌથી વધારે રન બનાવનારો ખેલાડી છે અને આ દરમિયાન તેની સરેરાશ 133.85ની રહી છે. સરફરાઝ આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો. જો કે પૂરા આઇપીએલમાં તેને પૂરતી તક મળી નહોતી. આઇપીએલમાં સરફરાઝે 6 મેચ રમ્યા હતા અને 91 રન કર્યા હતા. મુંબઈએ રણજી ફાઇનલના પહેલા દાવમાં 374 રન કર્યા હતા. જેમાં પૃથ્વી શોના 47, જયસ્વાલના 78 તેમજ સરફરાઝ ખાનના 134 રનનો સમાવેશ થાય છે.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust