બિન પરંપરાગત ઊર્જાનું લક્ષ્ય હાંસલ કરવા $ 223 અબજનું રોકાણ આવશ્યક

બિન પરંપરાગત ઊર્જાનું લક્ષ્ય હાંસલ કરવા $ 223 અબજનું રોકાણ આવશ્યક
મુંબઈ, તા. 23 : દેશની કુલ વીજ માગમાં 50 ટકાથી વધુ ઊર્જા 2030 સુધી પવન અને સૌર ઊર્જામાંથી મેળવવાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ભારતે 223 અબજ ડૉલરનું રોકાણ કરવુ પડશે. બ્લૂમબર્ગ એનઈએફના રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારે રિન્યુએબલ એનર્જી (બિન પરંપરાગત ઉર્જા)ની ઉત્પાદન ક્ષમતા 2030 સુધી 500 ગીગાવોટ કરવાનો લક્ષ્યાંક મૂક્યો છે. 
આ લક્ષ્યાંક પૂર્ણ કરવા રિન્યુએબલ્સમાં મોટાપાયે ફંડની જરૂર પડશે. આગામી આઠ વર્ષમાં 223 અબજ ડૉલરના રોકાણ મારફત સૌર ઊર્જામાં ભારત અગ્રણી રાષ્ટ્ર બની શકે છે. કોપ2માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં 45 ટકાથી વધુનો ઘટાડો કરવાની ભારતની યોજના છે. 
2070 સુધી ભારતને કાર્બનમુક્ત બનાવાશે. 2030ના આ લક્ષ્યાંકના 86 ટકા ક્ષમતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. 2021માં 165 ગીગાવોટ એનર્જી ઉત્પન્ન થઈ હતી. કોલસા પરની નિર્ભરતા 53 ટકાથી ઘટી 33 ટકા થઈ હતી. નિર્ભરતા 23 ટકાથી વધી 51 ટકા નોંધાઈ હતી. પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (પીપીએ), પુન: વાટાઘાટ, જમીન સંપાદન અને ચૂકવણીમાં વિલંબ જેવા પડકારો સૌર અને પવન ઊર્જાના વિસ્તરણના માર્ગમાં અવરોધ સમાન છે. 
નવી ટેક્નૉલૉજી મારફત પડકારો દૂર કરી શકાશે 
રિન્યુએબલ એનર્જીના ગ્રોથ માટે વિવિધ ફાઈનાન્સર્સ દ્વારા મોટાપાયે ફંડ પૂરું પાડવામાં આવ્યું છે. ડેટ-ઈક્વિટી સ્ટ્રક્ચર તૈયાર થયુ છે. પડકારોના ઉકેલ સાથે સ્થાનિક સ્તરે અન્ય વૈશ્વિક બજારો પાસેથી નવા ઈન્સ્ટ્રુમેન્ટ અને નવી ટેક્નિકની સાથે ફાંડિંગને નવા સ્તરે લઈ જવા પર ધ્યાન આપવું પડશે, એમ આ સેક્ટરના નિષ્ણાતો જણાવે છે.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust