જુલાઈથી સપ્તાહમાં ત્રણ દિવસની રજા?

નવી દિલ્હી, તા. 23 : દેશની સરકાર પહેલી જુલાઈથી નવા લેબર કોડ (શ્રમિક સંહિતા) લાગુ કરી શકે છે. આ નવા કોડનો અમલ થાય, તો કર્મચારીઓને રોજ 12 કલાક કામ કરવું પડશે, તેવું જાણવા મળે છે. 
જો કે, એક દિવસમાં 12 કલાક કામ કરશે, તો તેવા કર્મચારીને એક સપ્તાહમાં માત્ર ચાર દિવસ કામ કરવાની છૂટ મળશે. 
અનેક કંપનીઓએ તો તૈયારી પણ કરવા માંડી છે. કુલ્લ 44 કેન્દ્રીય શ્રમકાયદાનું સંયોજન કરવાની કવાયત કરીને ચાર નવા લેબર કોડ બનાવાયા છે. 
ઉપરાંત, બેઝિક પગાર કુલ પગારના 50 ટકા અથવા તેનાથી વધુ હશે. આમ થતાં પીએફ અને ગ્રેચ્યુઈટીના પૈસા પહેલાં કરતાં વધુ કપાશે. આમ,  પીએફ કપાત વધતાં હાથ પરનો પગાર ઘટી જશે. 
નવી શ્રમસંહિતા લાગુ  થઈ ગયા પછી કોઈ કર્મચારીને કામના સ્થળ પર ઈજા થાય તો કમસેકમ 50 ટકા વળતર મળશે. 
નવા કોડમાં કંપનીઓને ઘણી છૂટો અપાઈ છે. નવા કોડ મુજબ 300થી ઓછા કર્મચારીવાળી કંપનીઓ 
સરકારની મંજૂરી વિના કર્મચારીઓની છટણી પણ કરી શકે છે.  
આખા દેશના મજૂરોને કમસેકમ મજૂરીની જોગવાઈ છે. નવા કોડ લાગુ થયા બાદ દેશના 50 કરોડ કામદારોને સમય પર નિશ્ચિત મજૂરી મળશે.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust