ઈસ્લામાબાદ, તા. 23 : આર્થિક સંકટથી પરેશાન પાકિસ્તાન કર્જનું ભારણ ઘટાડવા પાક કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)નું ક્ષેત્ર ગિલગિટ-બાલતિસ્તાન ચીનને સોંપી દેવાની તૈયારી કરી રહ્યું છે. કાશ્મીરનો ઉતરી ભાગ ચીનની સીમા પાસે છે. કારાકોરમ નેશનલ મુવમેન્ટના અધ્યક્ષ મુમતાઝે આવી આશંકા વ્યક્ત કરી છે.
પાકિસ્તાન ગિલગિટ-બાલતિસ્તાન સોંપી દે, તો તેને ચીન પાસેથી ઘણા પૈસા મળી શકે છે, જેથી આર્થિક સંકટ સામે લડવામાં મદદ થઈ શકે છે.
બીજી તરફ ચીનનો પ્રભાવ કોઈ પણ રીતે વધે તેવું અમેરિકા નહીં ઈચ્છતું હોવાથી આવું કોઈ પણ પગલું પાકિસ્તાનની મુસિબતમાં વધારો કરી શકે છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
દરમ્યાન ગિલગિટ-બાલતિસ્તાનની આબાદી ઘટતી જઈ રહી છે. અનેક પરિવારો પલાયન કરતા હોવાના વાવડ છે.
Published on: Fri, 24 Jun 2022