મુંબઈમાં નવા ફ્લૅટનો ભરાવો નહીં થાય : રિપોર્ટ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 : ગયા વર્ષે પાલિકાએ બીલ્ડરો માટે જાહેર કરેલી પ્રિમિયમની રકમમાં 50 ટકા ઘટાડાની ઓફરનો અનેક ડેવલપરોએ લાભ લીધો હતો અને મુંબઈ ઉપનગરમાં અને બિલ્ડિંગો રિડેવલેપમેન્ટમાં ગયા છે. આને કારણે બજારમાં ફ્લેટનો ભરાવો થશે એવી લોકોની માન્યતા અસ્થાને હોવાનું રિયલ એસ્ટેટના એક અહેવાલમાં જણાવ્યું હતું.પાલિકાએ પણ  110 અબજની પ્રિમિયમની રેકોર્ડ રકમ જમા કરી હતી. આગલા વર્ષે આની સરખામણીમાં માત્ર 35 અબજ પાલિકાએ ભેગા કરેલા. ટૂંકમાં પ્રિમિયમમાં ડિસ્કાઉન્ટને કારણે પાલિકા ત્રણ ગણી રકમ ભેગી કરી શકી હતી. 
જોકે, પ્રિમિયમમાં રાહતની મુદત પુરી થઈ એ બાદ નવા રહેણાંક પ્રોજેક્ટો ખાસ લૉન્ચ થયા નથી. જે નવા પ્રોજેક્ટ લૉન્ચ થયા છે એમા અૉફિસ, હૉટેલ અને રિટેલનો પણ સમાવેશ છે. એટલે મુંબઈમાં રહેણાક ફ્લેટનો ભરાવો થશે એવી માન્યતા ભૂલ ભરેલી છે એવું તારણ રિયલ એસ્ટેટના રિપોર્ટમાં કાઢવામાં આવ્યું છે, એમ ફોર્ચ્યુનાના પીઆર દીપાલી શાહે જણાવ્યું હતું.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust