શું તમે રસી લીધી છે ? એવા ફોનથી સાવધાન

મુંબઈ,તા.23 : સાયબર મુંબઈ પોલીસ વતી સાવધાન રહેતુ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. +91 022 50041117 આ ફોન નંબર ઉપરથી તમને ફોન આવે તો તે ઉપાડવો નહીં. સાયબર ઠગોએ નાગરિકોની ઠગાઇ કરવા નવો કિમિયો અપનાવ્યો છે. ઉપરોકત ફોન નંબર ઉપરથી ફોન આવતા તે ઉપાડતા તમને આન્સારિંગ મશીન પૂછશે કે શુ તમે રસી લીધી છે ? તો એક દબાવો જેવો તમે એક નંબર પ્રેસ કરશો તમારો ફોન બ્લોક થઇને હેક કરી લેવાશે અને તમારા ફોનમાંની તમામ માહિતી સાયબર અપરાધીઓ પાસે પહોંચી જશે. આવા છેતરપંડી ભરેલા ફોનથી લોકોને સાવધ રહેવા મુંબઈ પોલીસે તાકિદ કરી છે. નોંધનીય છે કે આવી જ રીતના ફોન અન્ય રીતે પણ આવી રહ્યા છે જેમાં તમારા ગત મહિનાનું વીજ બિલ બાકી છે અને તે નહીં ભરતા વીજ પુરવઠો ખંડિત કરી નાખવાની ધમકી સંદેશ મારફત આપવામાં આવે છે. તેમાં આપેલા ફોન નંબર ઉપર ફોન કરવાથી નાગરિકો સાથે છેતરપિંડી થઇ રહી છે.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust