આલિયા ભટ્ટ ડિસેમ્બર મહિનામાં માતા બનશે

આલિયા ભટ્ટ ડિસેમ્બર મહિનામાં માતા બનશે
2022ની શરૂઆતથી બૉલીવૂડ સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અંગત જીવનને કારણે ખાસ્સા ચર્ચામાં છે. એપ્રિલ મહિનામાં તેમણે લગ્ન કર્યા અને લગ્નના ત્રણ મહિના બાદ આલિયાએ ગર્ભવતી હોવાની જાહેરાત કરી હતી. ત્યારથી ચાહકો આ બંને પર નજર ઠેરાવીને બેઠા છે. તેમના જીવનની બારીકમાં બારીક વાતો પણ વાયરલ થઈ રહી છે. હાલમાં આલિયા પતિ રણબીર સાથે જોવા મળી ત્યારે તેનું ઉપસેલું પેટ દેખાઈ રહ્યું હતું. આ જોઈને તેની પ્રસૂતિની તારીખ વિશે અટકળો થવા લાગી છે. હાલમાં આલિયા ચાર મહિનાની સગર્ભા હોય એમ લાગે છે. આથી ડિસેમ્બર મહિનામાં તે માતા બનશે. આલિયા અને રણબીરે પ્રસૂતિ માટે ખારના જાણીતા હૉસ્પિટલને પસંદ કરીને બુકિંગ કરાવી લીધું છે. આલિયા સાવધાનીના પગલાંરૂપે દર થોડા દિવસે કોવિડ-19નો ટેસ્ટ કરાવી રહી છે. જોકે, આ સાથે એ પણ મહત્ત્વની વાત છે કે આલિયા અને રણબીર બંને પોતપોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આલિયાની ડાર્લિંગ્સ હાલમાં જ નેટફ્લિક્સ પર રજૂ થઈ છે. જયારે હવે પતિ રણબીર સાથેની તેની પ્રથમ ફિલ્મ બ્રહ્માત્ર નવમી સપ્ટેમ્બરે રજૂ થશે. 
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust