તાંબા-ટીન-સીસાના ભાવમાં સુધારો

તાંબા-ટીન-સીસાના ભાવમાં સુધારો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : વૈશ્વિક મંદીનો ભય ચાલુ રહેવા છતાં અમેરિકાના સકારાત્મક અહેવાલથી બિનલોહ ધાતુમાં ટૂંકી વધઘટે સ્થિર વલણ જળવાયું હતું. લંડન મેટલ એક્સ્ચેંજ ખાતે આજે મિશ્ર હવામાન વચ્ચે તાંબા-ટીન અને સીસામાં ડિલિવરી સાથેનો ઉપાડ વધતા ભાવમાં સુધારો થયો હતો. જોકે, નિકલમાં સટ્ટાકીય વેચવાલીથી ભાવ દબાયા છે.
લંડન મેટલ એકસ્ચેંજમાં આજે બપોરે ત્રણ વાગે તાંબાનો ભાવ 79 ડૉલરના સંગીન સુધારા વચ્ચે ટનદીઠ 7855 ડૉલરે ઊભર્યો હતો. ટીનનો ભાવ 210 ડૉલર વધીને ટનદીઠ 24,455 ડૉલરે મક્કમ હોવાનું બીએમઈએ જણાવ્યું હતું. સીસામાં ઉપાડ વધતાં ટનદીઠ ભાવ 45 ડૉલરના સુધારા સાથે 2070 ડૉલર રહ્યો હતો.નિકલમાં 698 ડૉલરના મોટા ઘટાડા સાથે ટનદીઠ 21,693 ડૉલરે નરમ હતો.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust