અમરમહલથી પરેલ વૉટર ટનલનો પહેલો તબક્કો દસ મહિનામાં પૂર્ણ

મુંબઈ, તા. 8 : બૃહદમુંબઈ મહાનગર પાલિકા વતી પાણી પુરવઠા સુધારવા હાથ ધરાયેલા અમરમહલથી પરેલના લગભગ 9.8 કિલોમીટર લાંબા અંતરનો ભૂગર્ભ જળ (વોટર ટનલ) પ્રકલ્પ હેઠળ અમર મહલથી વડાળા અને વડાલાથી પરેલ એમ બે તબક્કામાં ખોદકામ થશે. તે પૈકી અમર મહલથી વડાલાનો પહેલો તબક્કો 4.3 કિલોમીટરનું અંતરનું જળ બોગદાનું ખોદકામ 14 મહિનાની નિયોજિત સમયાવધિના ચાર મહિના પહેલા એટલે કે માત્ર દસ મહિનામાં પૂર્ણ કરીને પાલિકાએ વિક્રમી કામગીરી કરી દાખવી છે. આ કામગીરીને પગલે પ્રકલ્પને ગતિ મળશે. જળ ભૂગર્ભ ખોદકામ કરવા માટે ભૂગર્ભ ખોદકામ મશીન (ટીબીએમ) કાર્યરત છે. બોગદાનું ખોદકામ બે તબક્કામાં વિભાજન કરાયું છે.
પહેલા તબક્કામાં હેડગેવાર ઉદ્યાન (અમર મહાલ)થી પ્રતીક્ષા નગર (વડાળા) દરમિયાન લગભગ 4.3 કિલોમીટર લાંબા જળ ભૂગર્ભનું ખોદકામ આઠમી અૉકટોબર 2021ના દિવસે શરૂ કરાયું હતું. 14 મહિનાના સમયાવધિમાં કામ પૂર્ણ કરવાનું નિયોજન હતું. પરંતુ ચાર મહિના પહેલા જ પહેલા તબક્કાનું કામ પૂર્ણ કરી લેવામાં પાલિકાને સફળતા મળી છે.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust