ભંડારા બળાત્કાર કેસ : બે અધિકારી સસ્પેન્ડ

ગોંદિયા, તા.8 (પીટીઆઇ) : ભંડારા જિલ્લામાં 35 વર્ષની યુવતીના બળાત્કારના કેસમાં ભારે બેદરકારી દાખવવા બદલ સબ ઇન્સ્પેકટર દિલીપકુમાર ગર્દે અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર લખન યુઇકેને સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું પ્રશાસને સોમવારે જણાવ્યું હતું. 30મી જુલાઇએ યુવતી પોતાના ભાઇને મળવા કમરગાંવ તહેસીલમાં જઇ રહી હતી ત્યારે તેની સાથે આરોપીએ મિત્રતા બાંધીને તેના ઉપર બળાત્કાર ગુજારી તેને ત્યાં જ છોડી મૂકી હતી. પહેલી ઓગસ્ટે બે અન્ય આરોપીઓએ તેની ઉપર કન્હલમોહમાં બળાત્કાર ગુજાર્યો હતો અને બીજી અૉગસ્ટે યુવતી રસ્તા ઉપર બેભાનવસ્થામાં ત્યાંથી પસાર થઇ રહેલા રાહદારીને જોવા મળતાં તેણે કર્ધા પોલીસને જાણકારી આપી હતી.
આ કેસમાં પ્રાથમિક તપાસ દરમિયાન બેદરકારી દાખવવા બદલ કર્ધા પોલીસ સ્ટેશનના સહાયક સબ ઇન્સ્પેકટર અને સબ ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરાયા હતા
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust