મુખ્ય પ્રધાને 39 દિવસમાં 399 ફાઇલો ક્લીયર કરી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્રમાં ગત 30મી જૂને નવી સરકારએ કાર્યભાર સંભાળ્યા પછી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સાત વખત દિલ્હીની મુલાકાત અને રાજ્યના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હોવાથી તેમ જ પૂરતા પ્રધાનો વિના સરકારી કામકાજ ઠપ્પ થઈ ગયું છે. એવી ટીકા કરવામાં આવી રહી છે ત્યારે મુખ્ય પ્રધાન શિંદેની કચેરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગત પહેલી જુલાઈથી આઠમી અૉગસ્ટ દરમિયાન તેમણે 399 ફાઇલોનો નિકાલ કર્યો છે તે કાફલો જરૂરિયાતમંદોને સહાય, નૈસર્ગિક આપત્તિથી પીડિતોને મદદ, કૃષિ વિભાગ, નવી સરકારી નિયુક્તિઓ આરોગ્ય અને વન ખાતા સંબંધી હતી.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust