ચંબામાં વાદળ ફાટયું : એકનું મૃત્યુ

ધર્મશાળા, તા. 8: હિમાચલ પ્રદેશના ચંબામાં ફરી એક વખત આકાશી આફત તૂટી પડી છે. અહેવાલ છે કે ચંબામાં વાદળ ફાટવાની ઘટનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તેમજ ઘણાં ઘરોને નુકસાન પહોંચ્યું છે. ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. બીજી તરફ હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભાવનગર પાસે અચાનક ભૂસ્ખલન થયું તું અને હાઇ વે ઠપ થયો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પહાડ ઉપથી મલબો એકાએક હાઇ વે ઉપર પડે છે અને પછી મલબો ખીણમાં જઈ રહ્યો છે. પ્રશાસનન જાણ થતાની સાથે જ હાઇ વેને ફરીથી શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust