કોરોના : 16,167 નવા સંક્રમિતો

નવી દિલ્હી, તા. 8 : ભારતમાં સોમવારે 16,167 નવા સંક્રમિતો ઉમેરાતાં કુલ દર્દીઓની સંખ્યા 4,41,61,899 થઈ ગઈ છે. આજે વધુ 41 દર્દીની જીવનરેખા કોરોનાએ ટુંકાવી હતી.
કર્ણાટકમાં ચાર, ગુજરાતમાં ત્રણ સહિત વધુ 41 દર્દીને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ 5,26,730 દર્દી જીવ ખોઈ ચૂક્યા છે.
દરરોજ નોંધપાત્ર પ્રમાણમાં નવા દર્દીઓ સ્વસ્થ તથા હોવાથી કુલ 4,34,66,659 દર્દી સાજા થઈ ચૂક્યા છે.
આજે 577 કેસના વધારા બાદ સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધીને 1,35,510 થઈ ગઈ છે. સક્રિય કેસોનું પ્રમાણ 0.31 ટકા છે.
સાજા દર્દીઓનો દર એટલે કે, રિકવરી રેટ 98.50 ટકા છે. અત્યાર સુધી 206.56 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust