બ્રિટિશ વડા પ્રધાનની રેસમાં ઋષિ સુનક પાછળ

બ્રિટિશ વડા પ્રધાનની રેસમાં ઋષિ સુનક પાછળ
લિઝ ટ્રસને 58 ટકા મત મળ્યાનો કંઝર્વેટિવ પાર્ટીનો સર્વે 
લંડન, તા. 8 :બ્રિટનના નવા વડાપ્રધાનપદની દોડમાં મુકાબલો રોમાંચક બન્યો છે. શરૂઆતમાં પાછળ રહેલા લીઝ ટ્રસ સામે ભારતીય મૂળના ઋષિ સુનક પાછળ દેખાઈ રહ્યા છે.
કંઝર્વેટિવ પાર્ટીના તાજા સર્વે અનુસાર ટ્રસને 58 ટકા જ્યારે સુનકને 30 ટકા જ મત મળ્યા છે. પક્ષના સ્થાયી સભ્યોનાં સમર્થનમાં ઋષિ પાછળ જણાય છે. રાજનીતિના જાણકારોના મત મુજબ આવનારા સમયમાં પણ સુનક અને ટ્રસ વચ્ચે આ જ અંતર રહેવાનું છે.
એક અન્ય સર્વે મુજબ પક્ષના દરેક 10માંથી છ સભ્ય ટ્રસના સમર્થનમાં છે. બન્ને નેતા મત માગવા સભ્યો પાસે જઈ રહ્યા છે.

Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust