નોઈડામાં ભાજપના નેતાના ઘર પર ચલાવાયું બુલડોઝર

નોઈડામાં ભાજપના નેતાના ઘર પર ચલાવાયું બુલડોઝર
મહિલા સાથે અભદ્ર વર્તન બદલ શ્રીકાંત ત્યાગી સામે કડક-કાર્યવાહી
લખનૌ, તા. 8 : નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર શ્રીકાંત ત્યાગી પર મોટું પગલું ભરતાં પ્રશાસને ત્યાગીનાં ગેરકાનૂની ઘર પર સોમવારે બુલડોઝર ચલાવ્યું હતું.
ફ્લેટમાં જવા માટે સોસાયટીના બેઝમેન્ટમાં બનાવેલી સીડી પણ પ્રશાસનની ટીમે તોડી નાખી હતી. શ્રીકાંત પર ગૌતમબુદ્ધ નગર કમિશનરની કચેરીએ ઈનામ રાખ્યું હતું.
ગઈકાલ રવિવારની રાતથી સોસાયટીમાં ઘૂસી આવેલા ત્યાગીના 15 ગુંડાએ પોલીસ પર પથ્થરબાજી અને મારપીટ કરી હતી.
એ પહેલાં શ્રીકાંતે એક મહિલા અને તેના પતિને અપશબ્દો કહ્યા હતા, ત્યાગીની ધરપકડ કરવા માટે એસટીએફ અને પોલીસની 12 ટીમો કામે લાગી છે. ત્યાગીની પ્રેમિકાને પોલીસે પકડી લીધી છે. જોકે નેતા ગાયબ છે અને કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. યોગી સરકારે ગુંડાગીરી નાબુદીનું અભિયાન છેડયું છે. તેમાં હવે ભાજપના આ નેતા પણ સપાટામાં આવ્યા છે.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust