સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સની નવી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ

સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સની નવી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ
ઝી ટીવી પરથી પ્રસારિત થતાં સા રે ગા મા પા રિયાલિટી શોએ ત્રણ દાયકામાં કેટલાક ગાયકોનો ઉમેરો કર્યો છે. હવે સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સની  નવમી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને તે પંદરમી અૉક્ટોબરથી શનિ-રવિ રાતે નવ વાગ્યે પ્રસારિત થશે. 2021ની સાર રે ગા મા પા સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકો અનન્યા ચક્રવર્તી અને સ્નિગ્ધજિત ભૌમિક ગાયક તરીકે બૉલીવૂડમાં પ્રવેશ્યા છે અને તેમણે રિતિક રોશન - સૈફ અલી ખાન અભિનિત ફિલ્મ વિક્રમ વેધામાં ગીત ગાયું છે. આ શૉ દરમિયાન તેમની ગાયકીથી પ્રભાવિત થઈને સંગીતકાર વિશાલ શેખરે તેમને સાઈન કર્યા હતા. રિતિકે આ બંનેની ગાયકીની સોશિયલ મીડિયા પર પ્રશંસા કરી છે. તેણે લખ્યું હતું કે, અનન્યા તારો અવાજ ખરેખર અદ્ભુત છે. તે એટલો નશીલો ઈન્ટ્રો કર્યો છે જેને બધા યાદ રાખશે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust