ઈન્ડિયન આઈડલ-13ના સ્પર્ધકોનો ડ્રીમ ડેબ્યુ

ઈન્ડિયન આઈડલ-13ના સ્પર્ધકોનો ડ્રીમ ડેબ્યુ
સોની એન્ટરટેઇન્મેન્ટ ટીવી પરથી પ્રસારિત થતાં રિયાલિટી શૉ ઈન્ડિયન આઈડલ -13માં પંદર સ્પર્ધકે રિશી સિંહ, ચિરાગ કોટવાલે, શગુન પાઠક, વિનીત સિંહ, નવદીપ વડાલી, રૂપમ ભૈનરહિયા, શિવમ સિંહ, કાવ્યા લિમયે, બિદિપ્તા ચક્રવર્તી, અનુષ્કા પાત્રા, સેંજુતિ દાસ, સંચારી સેનગુપ્તા, સોનાક્ષી કર, દેબોસ્મિતા રોય અને પ્રીતમ રોયનું ડ્રીમ ડેબ્યુ થશે. આ સપ્તાહે શનિ-રવિ રાતે આઠ વાગ્યે પ્રસારિત થનારા એપિસોડમાં આ તમામ સ્પર્ધકો રજૂ થશે. આ ભવ્ય પ્રીમિયર એપિસોડમાં ઈસ્માઈલ દરબાર, આણંદજી, નીરજ શ્રીધર, સપના મુખરજી, જાવેદ અલી, અરમાન મલિક, જતિન પંડિત, અરુણા ઈરાની, મંદાકિની, રશ્મિકા મંદાના, સુભાષ ઘાઈ, વિકાસ બહલ જેવી સેલિબ્રિટિઝી જોવા મળશે. ઈન્ડિયન આઈડલ-13ના જજ તરીકે હિમેશ રેશમિયા, નેહા કક્કડ અને વિશાલ દદલાની છે. 
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust