ફેડરેશનની અરજીને ખોટી રીતે રજૂ કરાઈ રહી છે : વિરેન શાહ

છિઝઠઅની અરજી મરાઠી બૉર્ડના સ્ટે માટે નહીં, રિટ ટેગિંગ માટે લિસ્ટેડ થઈ છે
મુંબઈ, તા. 30 : ફેડરેશન અૉફ રીટેલ ટ્રેડર્સ વેલફેર અસોસિયેશન (એફઆરટીડબલ્યુએ)ના અધ્યક્ષ વિરેન શાહે આજે જણાવ્યું હતું કે તેમની અરજીને માત્ર ટેગિંગ માટે લિસ્ટેડ કરવામાં આવી છે. અમે સ્ટે માટે વિનંતી કરી નથી કારણ, એ અંગેની એસએલપી અગાઉથી પેન્ડિંગ છે. હવે બંને અરજીની સુનાવણી એક સાથે થશે.
આજે 17.03.2022ના સુધારા દ્વારા નવી દાખલ કરાયેલી કલમ 36-એની બંધારણીય કાયદેસરતાને પડકારતી રિટ અરજી (જે અગાઉનો નિયમ 35 હતો જેને બૉમ્બે હાઇ કોર્ટે 23-02-2022ના આપેલા ચુકાદામાં માન્ય રાખ્યો હતો) એના વિરુદ્ધની અરજીને પહેલા જ સ્વીકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટેમાં લિસ્ટેડ થયેલી હતી જે અંગે સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે, રિટ પિટિશનને મુખ્ય એસએલપી સાથે સંકળાયેલો મુદ્દો છે અને બંને બાબતોની સુનાવણી એક સાથે કરવામાં આવશે. એસોસિયેશન દ્વારા સુધારાની બંધારણીયતાને પડકારવામાં આવી હોવાથી સ્ટે માટે વિનંતી કરી શકાય નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 22-0702022ના રોજ જાયેલ એસએલપીમાં નોટિસ જારી કરી છે. જોકે રાજ્ય સરકાર દ્વારા હજુ એનો જવાબ નોંધાવવામાં આવ્યો ન હોવાથી સુનાવણીમાં વિલંબ થઈ રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખી, એફઆરટીડબલ્યુએ સંલગ્ન એસએલપીમાં સ્ટે અરજી ઉમેરશે. કારણ, સાઇન બૉર્ડને મરાઠીમાં કરવાની સમયમર્યાદા આજે પૂરી થઈ રહી છે, એમ વિરેન શાહે જણાવ્યું હતું.
રિટેલર્સ એસોસિયેશનની મરાઠી સાઇન બૉર્ડ લગાવવા માટેની મુદત વધારવાની માગણી 
રિટેલર્સ એસોસિયેશન અૉફ ઇન્ડિયા (આરએઆઈ) બેનર હેઠળના છૂટક વેપારીઓએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આ પહેલને સમર્થન આપવાની સાથે મરાઠીમાં સાઇન બૉર્ડ બદલવાની સમય મર્યાદા 31 માર્ચ, 2023 સુધી લંબાવવાની વિનંતી કરી છે. હાલની સમયમર્યાદા આજે (30 સપ્ટેમ્બર, 2022)ના પૂરી થાય છે.
મહારાષ્ટ્ર શોપ્સ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ અધિનિયમ 2017ના સુધારાને તાજેતરમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં સાઇન બૉર્ડ પર મરાઠી-દેવનાગરી લિપિનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે.
નવા નિયમ મુજબ મરાઠી-દેવનાગરી લિપિના ફોન્ટ અન્ય લિપિ કરતા નાના હોવા જોઇએ નહીં. રિટેલર્સની તકલીફો જણાવતા આરએઆઈના સીઇઓ કુમાર રાજગોપાલને જણાવ્યું કે, રિટેલર્સે સાઇન બૉર્ડ મરાઠી-દેવનાગરીમાં બદલવાના સમર્થનમાં છે અને એ પ્રક્રિયા ચાલી રહી છે. જોકે બૉર્ડ બદલવા માટે વેપારીઓ લોજિસ્ટિક અને નાણાકીય તકલીફોનો સામનો કરી રહ્યા છે. એટલે સરકારને વિનંતી કરીએ છીએ કે સાઇન બૉર્ડ બદલવાની મુદતમાં વધારો કરે.
માપણી અધિકારીઓને ડિજિટલ ટેક્નોલૉજીથી સજ્જ થવાની વિનંતી કરતું કૈટ
કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના મહારાષ્ટ્ર રાજ્યના જનરલ સેક્રેટરી અને અૉલ ઇન્ડિયા એડિબલ અૉઇલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે, મેઝરમેન્ટ ઍક્ટની ઘણી જોગવાઇઓને ફોજદારી ગુનાની શ્રેણીમાંથી બહાર રાખવાના મુદ્દે કેન્દ્રિય ગ્રાહક મંત્રાલયે નવા આદેશો બહાર પાડયા છે. નવી દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં કૈટના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયદાની ઘણી કલમોમાં નગણ્ય ભૂલો કે અન્ય ભૂલો માટે સિવિલ કાયદાની કલમોને બદલે ફોજદારી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવે છે, જે વ્યાજબી નથી. ખંડેલવાલે કહ્યું કે મેઝરમેન્ટ વિભાગના અધિકારીઓને પણ ચલણના કેસમાં ટ્રાફિક પોલીસને અપાયા છે એવા ઇલેક્ટ્રોનિક મશીનો આપવા જોઇએ. કૈટે મેઝર્સ ઍક્ટમાં જરૂરી સુધારા કરવાના કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલના નિર્ણયને આવકારતા કહ્યું કે, 2011માં બનેલા આ કાયદામાં ન્યાયના કુદરતી સિદ્ધાંતોની અવગણના કરવામાં આવી હતી, જેને સુધારવાનો મોદી સરકારે નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે દેશભરના વેપારી વર્ગને ઘણો લાભ થશે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust