ગુજરાતી લેખક મંડળની વાર્ષિક સભા અને પરિસંવાદનું આયોજન

મુંબઈ : ગજરાતી લેખક મંડળની વાર્ષિક સભા અને પરિસંવાદનું આયોજન બીજી અૉકટોબરે અમદાવાદના પંકજ વિદ્યાલયમાં કરાયું છે. પ્રમુખ મનીષભાઈ જાનીએ જણાવ્યું છે કે, સવારે 9.45 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા દરમિયાન યોજાશે. `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાત' વિષય પર પરિસંવાદમાં પ્રકાશ શાહ, સ્વાતી જોશી, અશ્વિન ચૌહાણ, સંજય ભાવે, મનીષી જાની, રજની દવે વગેરે વકતાઓ વિવિધ વિષયો પર અભિવ્યક્તિ કરશે. અંતે મંડળનો વાર્ષિક અહેવાલ પ્રમુખ તથા મંત્રી મનહર ઓઝા પ્રસ્તુત કરશે. કાર્યવાહક સમિતિના સભ્યો પ્રતિભાબેન ઠક્કર, સોમભાઈ પટેલ, પારુલબેન બારોટ, તન્મય તિમિર, તખુભાઈ સાંડસુર, રવજીભાઈ કાચા અને દક્ષા સંઘવી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust