પીઢ અભિનેત્રી : આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવૉર્ડ એનાયત

પીઢ અભિનેત્રી : આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવૉર્ડ એનાયત
નવી દિલ્હી, તા. 30: કોરોના મહામારીનાં કારણે છેલ્લા બે વર્ષથી પાછા ઠેલાતા આવેલા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનાં હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા 68મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં અભિનેતા અજય દેવગણ અને સૂર્યાને શ્રેષ્ઠ અભિનેતા તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જ્યારે વીતેલા જમાનાનાં પીઢ અભિનેત્રી આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.  સૂર્યાની ફિલ્મ સોરારઈપોટારુને શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. 
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust