કવીઓ જૈન
નવાવાસના ડુંગરશી વિસરીયા (ઉં. 89) 21મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. લાધીબાઇ દેવજી માલશી, સં.પ.પા.ગચ્છના દિનેશચંદ્ર મા. સાહેબના પુત્ર. સ્વ. મંજુલાબેનના પતિ. પ્રેમજી, જેઠીબાઇ ટોકરશીના ભાઈ. સાકરબેન નાનજી ઉમરશીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે. : મીના રમેશ, 901, વિગ્નેશ્વર, પાર્ક રોડ,
વિલેપાર્લા (પૂ.).
ડુમરાના લક્ષ્મીબેન શાહનંદ (ઉં. 77) 22મીએ અવસાન પામ્યા છે. તે દેવકાંબેન મેઘજી ઘેલાના પુત્રવધૂ. સ્વ. ખીમજીના પત્ની. રેખા, કાંતા, શીતલકુમાર, ભાવનાના માતા. ભચીબેન ખેરાજ આસારીયાના પુત્રી. પ્રા. કરસન લધુ નિસર હોલ, દાદર (પ.). ટા. 4થી 5.30.
નારાણપુરના કસ્તુરબેન વોરા (ઉં. 55) 22મીએ અવસાન પામ્યા છે. તે હીરબાઇ હીરજી ઘેલાભાઇ વોરા તથા રતનબેન પાસુ પુંજાના પુત્રવધૂ. હસમુખના પત્ની. નયન, ચાર્મીના માતા. મેઘબાઇ દેવજી હીરજીના પુત્રી. સ્વ. મણીબેન કમળા, સ્વ. કાંતી, લીલાવંતી, હરખચંદના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે. : હસમુખ વોરા, 401, પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ, દક્ષિણી અમદાવાદ.
ઘોઘારી જૈન
ટીમાના સ્વ. અમૃતલાલ વિરચંદ પારેખના પુત્ર વિજયભાઈ (ઉં. 64). તે સ્વ. ચંદ્રકાંતભાઈ, હર્ષદભાઈ, કીર્તિભાઈ, પ્રવિણાબેન વિનોદરાય, શુભદ્રાબેન અશોકકુમાર, પ્રજ્ઞાબેન કિરીટકુમારના ભાઈ. ઈલાબેનના પતિ. ધરા અમિત જૈનના પિતા. શ્વસુર પક્ષે નવનીતરાય ચુનીલાલ શાહ. 21મીને મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 26મીને રવિવારે 10થી 12. ઠે. : એશિયન બેન્કવેટ હોલ, ફિલિકસ, એશિયન પેઈન્ટસની સામે, એલબીએસ માર્ગ, ભાડુંપ (પ.).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈન
સુદામડાના રાજેન્દ્રભાઈ મહાસુખલાલ ભાઈલાલ કામદાર (તુરખીયા) (ઉં. 71). તે વિણાબેનના પતિ. દેવાંગ - સરસ્વતીના પિતા. ભરતભાઈ-સ્વ. ભારતીબેન, સ્વ. કિશોર-જાગૃતિબેન, કમલ-પ્રીતિબેન, વિજય-નીતાબેન, સ્વ. વિપુલભાઈના ભાઈ. સોનલ નિરવ દોશી, કિષ્ના ભરતકુમાર ગોહિલ, ઝુબીન, જીત, ઉર્મી, વિરાલીના કાકા. સાસરા પક્ષે સ્વ. હીરાલાલ ગુલાબચંદ શાહના જમાઈ. 22મી ને બુધવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: 402, પેરેડાઇઝ હાઇટ્સ, મ્હાડા કોમ્પલેક્ષ, પદમા નગર રોડ, ચીકુવાડી, બોરીવલી-(પ.).
વીસા નીમા
કપડવંજના સ્વ. વિમલાબેન જયંતીલાલ શાહના પુત્ર વિનોદભાઈ (ઉં. 74) 22મીએ અરિહંતશરણ પામ્યા છે. તે કૌમુદિનીબેનના પતિ. મોના, નિધિના પિતા. મિતુલકુમારના સસરા. દિલીપભાઈ, રાજુભાઈ, હંસાબેન, મનોરમાબેન, ચેતનાબેનના ભાઈ. પ્રાર્થનાસભા 24મીએ 3.30થી 5.30. ઠે.: સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, લુહાણા મહાજનવાડીની સામે, કાંદિવલી (પ.).
પાલનપુરી જૈન
નરેન્દ્રભાઈ (ઉં. 76). તે સ્વ. સુભદ્રાબેન તથા સ્વ. રસિકભાઈ ઝવેરીના પુત્ર. સ્વ. ચંદ્રાબેનના પતિ. આનલ-સમીરભાઈ મહેતા, અસીમ-સીમા, શાલિન- પૂર્વીના પિતા. તન્વી, માનવ, રુહાનના દાદા. અશ્મિ-સિદ્ધાંત સંઘવી, સિદ્ધાંતના નાના. પ્રાર્થનાસભા શનિવાર 25મીએ સવારે 10થી 11.30. ઠે.: ભારતીય વિદ્યાભવન, ચોપાટી.
પુષ્કર્ણા બ્રાહ્મણ
પોરબંદરવાળા હર્ષદભાઈ ઓઝા (ઉં. 82). તે સ્વ. પુષ્પાબેન હરિલાલ ઓઝાના પુત્ર. સ્વ. દેવકાબેન દયાળજી જોશીના જમાઈ. સ્વ. રમાબેનના પતિ. સ્વ. મુકુંદભાઈ, સ્વ. ગુણવંતભાઈ, રજનીકાંતભાઈ, બકુલભાઈ, સ્વ. ઇંદુલાબેનના ભાઈ. કલ્પેશ, કરિશ્માના પિતા 22મીએ અક્ષરનિવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા 25મીને શનિવારે 6થી 7. ઠે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, અક્ષરધામ કોમ્પ્લેક્સ, મિલાપ ટોકીઝ નજીક, કાંદિવલી (પ.).
ઔદીચ્ય ટોળક બ્રાહ્મણ
ભાલોદના પદ્મકાન્ત પંડ્યા (ઉં. 90). તે સ્વ. તુલજાશંકર ધીરાજરામ પંડ્યાના પુત્ર. સ્વ. વિદ્યાગૌરીના પતિ. નીલકંઠ, સ્વ. જાગૃતિ, અજિતના પિતા. નલિની, પ્રકાશના સસરા. જયદીપ તથા ઉર્વશી મયંક રાજ્યગોરના દાદા. 20મીએ દિવગંત પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
પરજીયા સોની
નેસડીના સ્વ. સોનાબેન કેશુભાઈ સલ્લા (સોની)ના પુત્ર મનોજભાઈ (ઉં. 60) 21મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે પુનમબેનના પતિ. નિલેશ, નંદિની, પ્રકાશના પિતા. સ્વ. રતિલાલ, ધરમદાસબાપુ, ઘનશ્યામભાઈ, સ્વ. દિનેશભાઈ, સ્વ. કાંતાબેન કેશવલાલ સાગર, સ્વ. શાંતાબેન નાથાલાલ થડેશ્વરના ભાઈ. સાસરા પક્ષે સ્વ. લલીતાબેન કરસનભાઈ પટેલના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
ઈડર બેતાલીસ પંચાલ
સાબલવાડના પ્રદીપકુમાર પંચાલ (ઉં. 56) 19મીએ સ્વર્ગવાસી પામ્યા છે. તે સ્વ. કંકુબેન ઈશ્વરભાઈના પુત્ર. વિણાબેનના પતિ. પ્રિયંકભાઈ, નીજલબેનના પિતા. મનોજભાઈ, વિરેન્દ્રભાઈ, મંજુબેન, સુશીલાબેન, સ્વ. ભાનુબેન, હેમીનાબેનના ભાઈ. સ્વ. ડાહીબેન પોપટલાલના જમાઈ. સાદડી 24મી ને શુક્રવારે સાંજે 4થી 6. ઠે.: અમન સોલીટર, એસ ફલોર, ચંદાવરકર રોડ, બોરીવલી (પ).
કચ્છી લોહાણા
કચ્છ લાયમના કૃષ્ણકુમાર (કનુભાઈ) ઠક્કર (ઉં. 73). તે સ્વ. શાંતાબેન અને સ્વ. જમનાદાસ નાનજી હરીરામ (શંકર શેઠ)ના પુત્ર. પુષ્પાબેનના પતિ. સ્વ. મોંઘીબાઈ અને સ્વ. જાદવજી મોનજી સેજપાલના જમાઈ. જીજ્ઞા, હિતેશના પિતા. સ્વ. રંજનબેન મહેન્દ્રભાઈ કોટક, સ્વ. નરેન્દ્રભાઈ, હરીશભાઈ, મંગલાબેન, ગં.સ્વ. નયનાબેન રોહિતભાઈ જોબનપુત્રા, તુષારભાઈના ભાઈ. 21મીએ રામશરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 25મીને સાંજે 5થી 6.30. ઠે.: લોહાણા સમાજ, નવી મુંબઈ, સેક્ટર 10, ડી-માર્ટ પાસે, કોપરખૈરણે, નવી મુંબઈ. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
અમરેલીના સ્વ. ચંપાબેન આણંદજી મહેતાના પુત્ર જયંતીલાલ (ઉં. 84) બુધવાર, 22મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે હેમાબેનના પતિ. ઉમેશ, નીરજના પિતા. સ્વ. પ્રીતમલાલ, સ્વ. હસમુખભાઈ, અનીલભાઈ, સ્વ. સરલાબેન હિંમતલાલ બુસા, સ્વ. શારદાબેન જાગમોહનદાસ મોદી, સ્વ. મીનાબેન સુરેશકુમાર ચિતલિયાના ભાઈ. સામા પક્ષે સ્વ. મંગળાબેન અમૃતલાલ મથુરીયાના જમાઈ. સર્વે પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, 25મીએ સાંજે 5થી 7. ઠે.: નીલયોગ સ્કવેર મોલમાં નીલયોગ બેન્કવેટસ, 7મે માળે, આર. બી. મહેતા માર્ગ, ઘાટકોપર (પૂ.).
કપોળ
સાવરકુંડલાવાળા સ્વ. દેવકુંવરબેન મગનલાલ નથુભાઈ સંઘવીના પુત્ર રમેશચંદ્ર (ઉં. 87). તે હંસાબેનના પતિ. ગૌરાંગ, તુષારના પિતા. સ્વ. અનિરુદ્ધભાઈ, હસુમતીબેન વસંતરાય ગાંધીના ભાઈ. હરગોવિંદદાસ દયાળજી વળિયાના જમાઈ. 22મી ને બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 25મી ને શનિવારે બપોરે 4થી 6. ઠે.: લાયન્સ કોમ્યુનિટી હોલ, પ્લોટ ઈ-93, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી સઈ સૂતાર
ચૂડાના ડૉ. દલસુખભાઈ કાનજીભાઈ ચૌધરી (ઉં. 79). તે સ્વ. લાલજીભાઈ વઢવાણાના જમાઈ. મૃદુલાબેનના પતિ. દેવાંગ, રૂપલના પિતા. સોનલબેનના સસરા. નીલના દાદા. 26મીએ અક્ષરનિવાસ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 24મી ને શુક્રવારે 4થી 5.30. ઠે.: યોગીસભા ગૃહ, ગ્રાઉન્ડ ફલોર, સ્વામીનારાયણ મંદિર પાછળ, દાદર (પૂ.).
શ્રીમાળી સોની
ખંભાતના અ.સૌ. સરોજબેન ઝવેરી (ઉં. 72). તે યોગેશચંદ્ર મણીલાલ ઝવેરીના પત્ની. હેમા, સંજય, જીગરના માતા. મનોજકુમાર, શીતલબેન, અરૂણાબેનના સાસુ. ધીતીના નાની. ખ્યાતી, રિષભ, મહેક, દિયાના દાદી 15મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 25મીને શનિવારે 5થી 7. ઠે. : શ્રી રાધા ગોપીનાથ મંદિર (ઈસ્કોન ચોપાટી), 7, કે.એમ. મુનશી માર્ગ, ગિરગાંવ ચોપાટી, મુંબઈ-7.
કચ્છી ભાટિયા
ગં.સ્વ. કાંતાબેન પલ્લિયા. તે ધર્માસિંહ ગોપાલદાસ પલ્લિયાના પત્ની. જેઠાલાલ હીરજી ભાઈ વેદ (ઉજ્જેન)ના દીકરી. શૈલેશ, પ્રદીપ, પ્રિતી, રીટા, મનીષના માતા. સુશીલા, રશ્મિ, મોનિષા, ચંદ્રેશ પુરુષોત્તમ, સંજય સુતરિયાના સાસુ. રિલેશ, તૃષાંત, યશ, પ્રીત, જહાનવી, રેણુકા, રેખા અને નેહાના દાદીસાસુ, રચના, રેહા અને કાષવીના નાની- દાદી 21મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, 24મીએ સાંજે પથી 7. ઠે. : ઈટરનીટી બેન્કઅંટ, ગરજતો મરાઠી, ચંદાવરકર રોડ, રેલનગર પાસે, પુષ્પા પાર્કની સામે, બોરીવલી (પ.).
હાલાઈ લોહાણા
રાણા ખીરસરાના રાકેશભાઈ (મુન્નાભાઈ) (ઉં. 51). તે ગં.સ્વ. હેમલતાબેન તથા સ્વ. રમણીકલાલ પોપટલાલ કાનાબારના પુત્ર. જ્યોતિબેનના પતિ. જ્યોતિબેન અનિલકુમાર ભટનાગર, જીતુભાઇ, મમતાબેન સંજયકુમાર ઠકરારના ભાઈ. ધીરલના પિતા. સ્વ. મગનલાલ ગાવિંદજી વડેરાના જમાઈ 22મીને બુધવારે શ્રીજીશરણ પામ્યા છે. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા 24મીને શુક્રવારે સવારે 10થી 11.30. ઠે. : લોટસ બેન્કવેટ હોલ, ચોથે માળે, રઘુલીલા મોલ, પોઇસર કાંદિવલી (પ.).
કપોળ
ઉગલવાણના સ્વ. ભાગિરથીબહેન ચુનીલાલ અમૃતલાલ મહેતાના પુત્ર. સ્વ.પ્રવીણભાઈના પત્ની હીનાબહેન (ઉં. 63). તે જિજ્ઞા તેજસ મહેતા, ધવલના માતા. નયના કિરીટભાઈ મહેતા, સંગીતા જિતુભાઈ મહેતા, રીટા પરેશભાઈ મહેતા, કાશ્મીરા અશ્વિનભાઈ મહેતા, શોભનાબહેન જયંતભાઈ ભાલરિયાના ભાભી. સ્વ.જયાબહેન નાગરદાસ કિકાણીના દીકરી, તે હરેશભાઇ, સ્વ. રમાગૌરી ગુણવતંભાઈ ગાંધી 22મીને બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 25મીને શનિવારે સાંજે 5થી 7. ઠે. : વિશ્વકર્માબાગ, બજાજ રોડ, વિલેપાર્લે (પ.).
લુહાર સુથાર
સુરેન્દ્રનગરના સ્વ. ભગવાનદાસ જગજીવનદાસ પીઠવાનાં પત્ની ગં.સ્વ. કમળાબેન (ઉં. 84) 22મીએ રામશરણ પામ્યાં છે. તે હરેશ, મીના, રાજુ, વિપુલનાં માતા. ભાવના, નિમીષા, ગાયત્રી, સ્વ. ભરત રણશી દેઢિયાનાં સાસુ. ચેતન, જીનલ, પાર્થ, ભૂમિક, હર્ષિતા, ગુંજન, અંકિત, જતીન, યશ, શ્રુતિનાં બા. પિયર પક્ષે સ્વ. ઝવેરબેન તથા સ્વ. શિવજી તુલસીદાસ પરમારનાં દીકરી. પ્રાર્થનાસભા 24મીએ 4થી 6. ઠે.: લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ 3, અંબામાતા મંદિર પાસે, બોરીવલી (પૂ.).
© 2022 Saurashtra Trust
Developed & Maintain by Webpioneer