ભારતની રસીએ વિશ્વને મહામારીમાંથી ઉગાર્યું : અમેરિકન વિજ્ઞાની

નવીદિલ્હી, તા.7: અમેરિકાના એક ટોચના વૈજ્ઞાનિકે કોરોના વાયરસની રસી માટે ભારતની મુક્તમને પ્રશંસા કરી છે. તેમના કહેવા અનુસાર ભારત આ મહામારીની રસી બહાર પાડીને આખી દુનિયાને મહામારીમાંથી ઉગારી લીધી છે. ભારતનાં આ યોગદાનને ઓછું આંકી શકાય નહીં. કોરોના મહામારીમાં ભારતને ફાર્મસી ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવ્યું છે.   ઉલ્લેખનીય છે કે, ભારત અત્યાર સુધીમાં પોતાની રસીની જરૂરિયાતને પહોંચી વળવા સાથે બે ડઝનથી વધુ દેશને રસી ઉપલબ્ધ કરાવી ચૂક્યું છે ત્યારે એક વેબિનાર દરમિયાન હ્યૂસ્ટનમાં બાયલર કોલેજ ઓફ મેડિસીનના નેશનલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસીનના ડીન ડૉ.પીટર હોટ્ઝે કહ્યું હતું કે, એમઆરએનએની બે રસી દુનિયાના નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોને પ્રભાવિત કરી શકે તેમ નથી પણ ભારતની રસી ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી બનેલી છે અને સમગ્ર વિશ્વમાં તેની આપૂર્તિ કરવામાં આવે છે. જેથી ભારતનું યોગદાન જરાપણ ઓછું ગણી શકાય નહીં. ભારતની રસી તો દુનિયા માટે ઉપહાર સમાન છે.  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer