સીએસકે માટે પ્લેઓફની તક ઓછી : ગંભીર

નવી દિલ્હી, તા. 7 : ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટસમેન અને વર્તમાનમાં કોમેન્ટેટર ગૌતમ ગંભીરનું માનવું છે કે આઇપીએલની નવી સિઝનમાં પણ ધોનીના સુકાનીપદ હેઠળની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ માટે પ્લેઓફમાં જગ્યા બનાવી શકશે નહીં. ગંભીરની ગણતરી છે કે નવમીથી શરૂ થતી આઇપીએલની 14મી સિઝનમાં સીએસકે લગભગ પાંચમા સ્થાન આસપાસ રહેશે. જો કે આકાશ ચોપરા અને સંજય માંજરેકર ગંભીરથી અલગ મત ધરાવે છે. તેઓનું માનવું છે કે ધોનની ટીમ અંતિમ ચારમાં હશે. આ તકે ગંભીરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નવા ઓલરાઉન્ડર ગ્લેન મેકસવેલની બેટિંગ ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. તે કહે છે કે આ કાંગારૂ ઓલરાઉન્ડરમાં સાતત્યનો અભાવ છે. તે સિઝનમાં એકાદ-બે સારી ઇનિંગ રમી શકે છે. આથી જ તો તેને વારંવાર ટીમ બદલવી પડે છે.

Published on: Thu, 08 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer