કૉવિશિલ્ડના પુરવઠામાં વિલંબ : એસ્ટ્રાજેનેકાએ સીરમ ઈન્સ્ટિટયૂટને મોકલી નોટિસ

નવી દિલ્હી, તા. 7 : એસ્ટ્રાજેનેકાએ કોવિશિલ્ડ રસીના પુરવઠામાં વિલંબ બદલ સિરમ ઈન્સ્ટિટયૂટને કાનૂની નોટિસ મોકલી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે એસ્ટ્રાજેનેકાએ કોરોના રસીના પુરવઠામાં વિલંબના કારણસર સિરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા (સીઆઈઆઈ)ને આ નોટિસ પાઠવી છે. સિરમના એસઈઓ અદાર પુનાવાલાએ જણાવ્યું કે ભારત સરકારે કોવિશિલ્ડની બીજા દેશમાં આપૂર્તિ પર રોક લગાવી છે.
પૂનાવાલાએ કહ્યું કે આ રસી પર ભારતના પહેલા દાવાની વાત બીજા દેશોને સમજાવવી મુશ્કેલ છે. એ દેશોમાં કોવિડ રસી વધુ ઊંચા દામે વેચવામાં આવી રહી છે.
પૂનાવાલા અગાઉ જ કહી ચૂક્યા છે કે કોવિશિલ્ડના ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર પહેલાંથી જ ઘણું દબાણ છે. તેમણે કહ્યું કે દુનિયાભરને રસીની જરૂર છે અને આપણે ભારતની જરૂરતોને પ્રાથમિકતા આપી રહ્યા છીએ.

Published on: Thu, 08 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer