પત્ની સાથે માલદિવ્સ ગયેલો નેમિશ તનેજા અટવાયો; પત્ની એકલી ભારત પાછી આવી

પત્ની સાથે માલદિવ્સ ગયેલો નેમિશ તનેજા અટવાયો; પત્ની એકલી ભારત પાછી આવી
ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને શૂટિંગ બંધ હોવાથી ફિલ્મ અને ટીવી સેલિબ્રિટિઝ માલદિવ્સમાં વૅકેશન ગાળવા જઈ રહ્યા છે. વર્તમાન સમયમાં ઘરમાં રહેવું સૌથી સુરક્ષિત હોવાની વાત સોલિબ્રિટિઝ જ કાને ધરતાં નથી. હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ માલદિવ્સ પહોંચી ગયા છે. પરંતુ ટીવી અભિનેતા નેમિશ તનેજા પત્ની સાથે માલદિવ્સ ગયા બાદ ત્યાં જઅટવાઈ ગયો છે. જયારે તેની પત્ની એકલી જ ભારત પાછી આવી છે. નમિશને કોરોનાનો ચેપ લાગતાં તેને ત્યાં જ રહેવું પડયું છે. 
નેમિશે સોશિયલ મીડિયા પર આપવીતી જણાવી છે. તે પત્ની સાથે જ પાછો આવવાનો હતો પરંતુ તેનો કોરોના ટેસ્ટ પૉઝિટવ અને પત્નીનો નૅગેટિવ આવ્યો હતો. આથી નાછૂટકે પત્ની એકલી જ ભારત આવી. હાલમાં નેમિશ માલદિવ્સના એક રિસોર્ટમાં આઈસોલેટ છે. તેને આ અવસ્થામાં છોડીને આવવા માટે પત્ની તૈયાર નહોતી. પરંતુ નેમિશે તેને સમજાવીને મોકલાવી દીધી. નેમિશે ઈન્સ્ટાગ્રામ પર પોતાની સ્ટોરી મૂકીને છેલ્લે લખ્યું કે, કોરોના બધે જ છે અને ઝડપથી પ્રસરી રહ્યો છે. એટલે ગમે ત્યાં જશો ચેપ લાગી શકે છે. આના બદલે ઘરે રહો અને સુરક્ષિત રહો. 
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer