રુદ્ર : ધ એજ અૉફ ડાર્કનેસ થી અજય દેવગણનો ડિજિટલ પ્રવેશ

રુદ્ર : ધ એજ અૉફ ડાર્કનેસ થી અજય દેવગણનો ડિજિટલ પ્રવેશ
બૉલીવૂડની ફિલ્મોમાં આદર્શ અને પ્રમાણિક પોલીસ ઈન્સ્પેકટરની ભૂમિકા ભજવનાર અભિનેતા અજય દેવગણ ક્રાઈમ ડ્રામા સિરિઝ રુદ્ર: ધ એજ અૉફ ડાર્કનેસ દ્વારા ડિજિટલ ક્ષેત્રે પ્રવેશશે. ડિઝની - હોટસ્ટાર પર રીલિઝ થનારી આ સિરીઝનું નિર્માણ હવે મુંબઈમાં શરૂ થશે. બ્રિટિશ ક્રાઈમ સિરીઝ લ્યુથરની હિન્દી રિમેક સમી આ સિરીઝમાં અજય અન્ડરકવર એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. 
અજયે જણાવ્યું હતું કે, મારો પ્રયાસ આગવી સ્ટોરી આપવાનો હોય છે. ટૅલેન્ટેડ ટીમ સાથે કામ કરીને ભારતીય મનોરંજન ઉદ્યોગનું ધોરણ ઊચું લાવવા પ્રયત્નશીલ રહું છું. મારા માટે પોલીસ ઇન્સ્પેકટરની ભૂમિકા ભજવવી નવી વાત નથી. પરંતુ આ સિરીઝમાં મારું પાત્ર જટિલ અને ડાર્ક છે. આ પાત્ર વ્હાઈટ કે બ્લેક નહીં પરંતુ ગ્રે શેડ્સ ધરાવે છે અને તેથી જ હું તેના પ્રત્યે આકર્ષાયો હતો.  આ અગાઉ હોટસ્ટારે આર્યા, સ્પેશિયલ અૉપ્સ 1.5, ક્રિમિનલ જસ્ટિસ જેવી સિરીઝ આપી છે જે અત્યંત લોકપ્રિય થઈ છે. હવે રુદ્ર : ધ એજ અૉફ ડાર્કનેસ દ્વારા તે આ દિશામાં વધુ એક ડગલું આગળ વધશે. 
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer