ટીવીના જેઠાલાલ સાથે ટ્રેન્ટ બોલ્ટની સરખામણી

ટીવીના જેઠાલાલ સાથે ટ્રેન્ટ બોલ્ટની સરખામણી
મૅચની ઘટનાથી કોમેન્ટેટર્સ હસી પડયા
નવી દિલ્હી, તા.20: ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 13 રને હરાવ્યું હતું. જેમાં ટ્રેન્ટ બોલ્ટે 28 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. રોહિત શર્માની આગેવાનીમાં આઇપીએલ 2021માં મુંબઈ ઇન્ડિયન્સે બીજો મુકાબલો જીત્યો. મેચ દરમ્યાન એક ક્ષણ એવી હતી જેમાં બોલ્ટે બોલને બાઉન્ડ્રી તરફ જતો રોકવા જતા એક અટપટી સ્થિતિ સર્જાઈ હતી. બોલ્ટ ફીલ્ડિંગ ભરી રહ્યા હતા, આ દરમિયાન બોલ્ટ ડેવિડ વોર્નરે મારેલા શોટને રોકવાની કોશિશ કરી હતી. આ શોટ રોકવા જતા તેમના પગનું સંતુલન થોડું બગડી ગયું હતું. આ જોઈને તેમના ટીમના સભ્ય જેમ્સ નીશેમે ટ્વિટર પર તેમની મજાક ઉડાવી હતી. આ આખી વાત કેપ્ચર કરીને તેનો રીપ્લે બતાવાયો હતો આને આખી ઘટના પર કમેન્ટેટર્સ હસવા લાગ્યા હતા. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર કમેન્ટ કરાઈ રહી હતી કે, `બોલ્ટ હવામાં તરે છે ? ટ્રેડમિલ પર દોડે છે ? આ જ પ્રકારની ઘટના ટીવી શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલ સાથે થતા યુઝર તેને જેઠાલાલ સાથે સરખાવી રહ્યો છે અને મજાક કરી રહ્યો છે. કેટલાક યુઝર બોલ્ટના ફોટોઝ સાથે ફોટોશોપ કરી રહ્યા છે અને ટ્રેન્ટ બોલ્ટને ફની કહીને હસી રહ્યા છે. 
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer