સંઘર્ષમય ચેતનનું નસીબ ચમકી ગયું

સંઘર્ષમય ચેતનનું નસીબ ચમકી ગયું
અૉટોચાલક પિતાના પુત્રએ જીવનમાં અનેક દુ:ખ જોયા, ધોનીની વિકેટ બની યાદગાર
ચેન્નાઈ, તા. 20 : રાજસ્થાન રોયલ્સના ઝડપી બોલર ચેતન સાકરીયાનું નશીબ ધોનીને આઉટ કર્યા બાદ ચમકી ગયુ છે. આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ દરમિયાન તેણે ધોની ઉપરાંત અંબાતી રાયડૂ, સુરેશ રૈનાની વિકેટ ખેડવી હતી. ઓટો ચાલક પિતાના પુત્ર ચેતને સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલા મેચમાં શાનદાર પ્રદર્શન કરી 4 ઓવરમાં 36 રન આપી 3 વિકેટ ઝડપી હતી. ખાસ ધોનીની વિકેટ તેના માટે યાદગાર બની રહી છે.  એક સમય એવો હતો કે ટ્રેનિંગ માટે સારા જૂતા ન હતા પરંતુ આજે ચેતનનું નશીબ ચમકી ગયુ છે. પાંચેક વર્ષ પહેલા એક ગંભીર અકસ્માતનો ભોગ બન્યા બાદ ચેતન પર સમગ્ર પરિવારની જવાબદારી હોવા છતાં તેણે ક્રિકેટ છોડયું ન હતું. કરૂણાંતિકા છે કે આઈપીએલ હરાજીના થોડા સમય પહેલા જ ચેતનના નાના ભાઈ રાહુલે આપઘાત કરી લીધો હતો જો કે પરિવારે તે અંગે ચેતનને જાણ કરી ન હતી.
ક્રિકેટને કારણે ચેતન નાની-છૂટક નોકરી કરી શકતો પરંતુ કોઈ મોટુ કામ હાથ પર લઈ શકતો ન હતો. ર0 લાખની બેઝ પ્રાઈઝ સાથે આઈપીએલ ઓકશનમાં ઉતારવામાં આવેલા ચેતનને રાજસ્થાન રોયલ્સે 1.ર કરોડમાં ખરીદી લેતાં તે રાતોરાત કરોડપતિ બની ગયો હતો.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer