નેસલેની માર્ચ-''21 ત્રિમાસિક આવક, નફો અપેક્ષાથી વધુ

નેસલેની માર્ચ-''21 ત્રિમાસિક  આવક, નફો અપેક્ષાથી વધુ
વચગાળાનું ડિવિડન્ડ શૅર દીઠ રૂ.25 ચૂકવશે
મુંબઈ, તા. 20 : ફાસ્ટ માવિંગ કન્ઝ્યુઝમર ગુડ્સ (એફએમસીજી) ક્ષેત્રની અગ્રણી કંપની નેસલે ઈન્ડિયાનો માર્ચ 21નો  ત્રિમાસિક  ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 14.6 ટકા વધીને રૂ.602 કરોડ થયો છે, જ્યારે આવક 8.9 ટકા વધીને રૂ.3,600 કરોડ થઈ છે. વિશ્લેષકોએ રૂ.589 કરોડના નફાનો અંદાજ ધાર્યો હતો.  
કંપનીના ચેરમેન અને મેનાજિંગ ડિરેક્ટર સુરેશ નારાયણે કહ્યું કે, મહામારીમાં પણ કંપનીએ બે આંકની વૃદ્ધિ જાળવી રાખી છે. કંપનીનું સ્થાનિક વેચાણ વાર્ષિક ધોરણે 10.2 ટકા વધ્યું છે, જ્યારે વિશ્લેષકોએ સાતથી નવ ટકાનો અંદાજ ધાર્યો હતો.  
કંપનીનું કહેવું છે કે વોલ્યુમમાં વધારો થતા વ્યાપક ધોરણે વૃદ્ધિ થઈ છે. ઈ-કોમર્સ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 66 ટકાની વૃદ્ધિ થઈ છે. કંપનીના કુલ વેચાણમાં ઈ-કોમર્સના માધ્યમે 3.6 ટકાનું વેચાણ થાય છે. કોમોડિટીના ભાવમાં વધારો થયો હોવાથી નેસલે ઈન્ડિયાનો કાચા માલ અને પેકાજિંગ મટેરિયલ્સના ખર્ચમાં વધારો થયો છે. જોકે આ પડકારો વચ્ચે પણ કંપનીએ શૅરદીઠ રૂ.25ના વચગાળાના ડિવિડંડની જાહેરાત કરી છે. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં શૅર 0.2 ટકા વધીને રૂ.17,115ના સ્તરે બંધ રહ્યો હતો.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer