શારીરિક તકલીફ પ્રત્યે બેદરકાર ન રહેશો : ટોપે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : કોરોનાના સંક્રમણનું જોખમ સતત વધી રહ્યું છે. તેથી કોરોનાનો બીજો જુવાળ ક્યારે ઓસરશે એ પ્રશ્ન સર્વત્ર પુછાઈ રહ્યો છે. આ સંજોગોમાં મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ નાગરિકોને સલાહ આપી છે કે થોડાં લક્ષણો દેખાય તો પણ કોરોનાની તપાસ કરાવો. તપાસ અહેવાલ પૉઝિટિવ આવે તો તુરંત જ ડૉક્ટરોની સલાહ લેવી અને સારવાર કરાવવી. કોઈપણ સંજોગોમાં તમારી તબિયત કે આરોગ્યની સારસંભાળ પ્રત્યે બેદરકારી દેખાડશો નહીં. મારો અભ્યાસ અને અનુભવ એમ કહે છે કે સારવાર લેવામાં વિલંબ થવાથી દરદીઓનાં મૃત્યુ નીપજયાં છે. તેથી હું બધાને બે હાથ જોડીને અપીલ કરું છું કે શારીરિક તકલીફ પ્રત્યે બેદરકારી દેખાડશો નહીં એમ ટોપેએ ઉમેર્યું હતું.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer